ભારતીય મૂળના રાષ્ટ્રપતિ પદના દાવેદારનો ચીન પર વાર, જો હું રાષ્ટ્રપતિ બનીશ તો ચીન સાથે વેપાર અને એફબીઆઇ પર પ્રતિબંધ મૂકીશ

  • જાતિ, લિંગ અને આબોહવાએ અમેરિકાને મુશ્કેલીમાં મૂક્યું છે.: વિવેક રામાસ્વામી

વોશિગ્ટન,

યુએસ રાષ્ટ્રપતિ પદના દાવેદાર ભારતીય-અમેરિકન મૂળના વિવેક રામાસ્વામીએ કહ્યું કે, જાતિ, લિંગ અને આબોહવાએ અમેરિકાને મુશ્કેલીમાં મૂક્યું છે. તેમણે કહ્યું કે, જો ૨૦૨૪માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા, તો તેઓ શિક્ષણ વિભાગની સાથે એફબીઆઈને નાબૂદ કરશે અને અમેરિકન કંપનીઓને ચીન સાથે વેપાર કરવા પર પ્રતિબંધ મૂકશે. તેમણે કહ્યું કે ચીનથી આઝાદી એ જ આજની વાસ્તવિક સ્વતંત્રતા છે.

રિપબ્લિકન પાર્ટીના વાર્ષિક કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સમાં બોલતા ૩૭ વર્ષીય વિવેક રામાસ્વામીએ કહ્યું કે, જો આજે થોમસ જેફરસન જીવતા હોત તો તેમણે સ્વતંત્રતાની ઘોષણા પર હસ્તાક્ષર કર્યા હોત. જો હું તમારા પ્રમુખ તરીકે ચૂંટાઈશ, તો હું સ્વતંત્રતાની સમાન ઘોષણા પર હસ્તાક્ષર કરીશ. રામાસ્વામીએ એમ પણ કહ્યું કે, તેઓ ડોનાલ્ડ ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિથી ખૂબ પ્રેરિત છે. તેમણે કહ્યું કે આ મુદ્દાઓને ઓળખવાનો અને તેમની તરફ આક્રમક રીતે કામ કરવાનો સમય છે.

પોતાના ૧૮ મિનિટના ભાષણમાં રામાસ્વામીએ કહ્યું હતું કે, ત્રણ સેક્યુલર ધર્મોએ આજે ??અમેરિકાને મુશ્કેલીમાં મૂક્યું છે. તેમાંથી પહેલો આ વંશીય ધર્મ છે જે કહે છે કે વ્યક્તિની ઓળખ તેની ચામડીના રંગ પર આધારિત છે. તેમણે વંશીય ભેદભાવની ટીકા કરતા કહ્યું કે, જો તમે કાળા છો, તો તમે સ્વાભાવિક રીતે વંચિત છો. જો તમે સફેદ છો, તો તમે કુદરતી રીતે વિશેષાધિકૃત છો.

તેમણે કહ્યું કે તમારી આર્થિક  સ્થિતિ કે તમારા ઉછેરને ધ્યાનમાં  લીધા વિના, તમારું કાર્ય નક્કી કરે છે કે તમે કોણ છો અને તમે શું પ્રાપ્ત કરી શકો છો. આ સિવાય રામાસ્વામીએ લિંગ ભેદભાવને ખતરનાક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ત્રીજું ક્લાઈમેટ ચેન્જ, જેણે અમેરિકાને મુશ્કેલીમાં મૂક્યું છે. તેમણે કહ્યું કે આપણે દરેક કિંમતે કાર્બન ઉત્સર્જન સામે લડવું પડશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને કેન્સર હોવાનું બહાર આવ્યું છે. આ ખુલાસો વ્હાઇટ હાઉસ દ્વારા કરવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે જો બાઈડને ગયા મહિને નિયમિત આરોગ્ય તપાસ કરાવી હતી. આ દરમિયાન તેની છાતીમાંથી કેન્સરગ્રસ્ત ત્વચામાંથી પેશીઓ દૂર કરવામાં આવી હતી. ડૉક્ટરે કહ્યું કે રાષ્ટ્રપતિ બાઈડનને હવે કોઈ ખતરો નથી અને વધુ સારવારની જરૂર નથી. જો કે, બાઈડનના સ્વાસ્થ્ય પર દેખરેખ ચાલુ રહેશે.