ભારતીય ક્સિાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે ૧૬ ફેબ્રુઆરીએ ભારત બંધનું આહ્વાન કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુનાઇટેડ ક્સિાન મોરચાની સાથે અન્ય ઘણા સંગઠનો પણ આમાં સામેલ છે. આ દિવસે ટિકૈતે ખેડૂતોને ખેતરોમાં કામ ન કરવા અને તેમની દુકાનો બંધ રાખવાની અપીલ કરી છે. ભારત બંધ વિશે વધુ માહિતી આપતા રાકેશ ટિકૈતે કહ્યું કે આ દિવસે એમએસપી, નોકરી, અગ્નિવીર અને પેન્શન જેવા મુદ્દા ઉઠાવવામાં આવશે.
રાકેશ ટિકૈતે કહ્યું કે ૧૬ ફેબ્રુઆરીએ ભારત બંધ છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે ભારત બંધને લઈને સંયુક્ત ક્સિાન મોરચા સાથે અન્ય ઘણા યુનિયન સામેલ છે. રાકેશ ટિકૈતે વધુમાં કહ્યું કે, ખેડૂતોએ ૧૬ ફેબ્રુઆરીએ તેમના ખેતરમાં ન જવું જોઈએ અને ન તો તે દિવસે કોઈ કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે આ દિવસને અમાવસ્યા તરીકે મનાવવા જોઈએ. અમાવસ્યા હતી ત્યારે અમે એક દિવસ પણ કામ કર્યું ન હતું. ૧૬ ફેબ્રુઆરીએ ખેડૂતો માટે અમાવસ્યા છે. જો દેશમાં કૃષિ હડતાળ થશે તો તે મોટો સંદેશ આપશે.
રાકેશ ટિકૈતે વધુમાં કહ્યું કે તેમણે દુકાનદારોને ૧૬મી ફેબ્રુઆરીએ તેમની દુકાનો ન ખોલવાની અપીલ કરી હતી. ખેડૂતો અને મજૂરોના નામે એક દિવસ. આમાં બેરોજગારી, પેન્શન જેવા મુદ્દા ઉઠાવવામાં આવશે. તેમણે કહ્યું કે અમે દુકાનદારો અને ખેડૂતોને અપીલ કરીએ છીએ કે તેઓ ૧૬ ફેબ્રુઆરીએ ખરીદી ન કરે. મુદ્દાઓ અંગે રાકેશ ટિકૈતે કહ્યું કે મુદ્દો એમએસપી ગેરંટી એક્ટ, પેન્શન, અગ્નિવીર, બેરોજગારીનો છે.