
- સ્પિનર યુઝવેન્દ્ર ચહલે બર્મિંગહામ માં ૨૦૧૯માં ઈંગ્લેન્ડ સામે ૮૮ રન આપ્યા હતા.
નવીદિલ્હી, ભારતીય ટીમે બુધવારે વનડે વર્લ્ડ કપ-૨૦૨૩ની મેચમાં અફઘાનિસ્તાન ૨૭૨ રન બનાવ્યા હતાં. આ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર ખેલાડીના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો છે. જેના કારણે કે ફાસ્ટ બોલર ૧૧ ઓક્ટોબર ૨૦૨૩ને ક્યારેય યાદ રાખવા માંગશે નહીં. સિરાજે આ મેચમાં ૯ ઓવર નાંખી અને ૭૬ રન આપ્યા હતા. સિરાજનો વનડેમાં આ સૌથી મોંઘો સ્પૈલ પણ છે. ૨૦૧૯માં એડિલેડ ઓવલા ઓસ્ટ્રેલિયા સામેની તેની ડેબ્યૂ મેચમાં તેણે ૧૦ ઓવરમાં ૭૬ રન આપ્યા હતા.
દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચમાં સ્પિનર રવિન્દ્ર જાડેજાએ ૮ ઓવર નાંખી અને ૩૮ રન આપ્યા હતા. આ દરમિયાન જાડેજા અને ઝડપી બોલર મોહમ્મદ સિરાજને એકપણ વિકેટ હાથે લાગી ન હતી. સિરાજનું નામ એવી યાદીમાં સામેલ થયું છે કે, તે ૧૧ ઓક્ટોબરની તારીખ યાદ રાખવાનું જરા પણ પસંદ નહીં કરે. સિરાજે આ મેચમાં ૯ ઓવર નાંખી અને ૭૬ રન આપ્યા હતા. સિરાજનો વનડેમાં આ સૌથી મોંઘો સ્પૈલ પણ છે. ૨૦૧૯માં એડિલેડ ઓવલા ઓસ્ટ્રેલિયા સામેની તેની ડેબ્યૂ મેચમાં તેણે ૧૦ ઓવરમાં ૭૬ રન આપ્યા હતા.
આ સાથે જ મોહમ્મદ સિરાજ વર્લ્ડ કપની એક ઇનિંગમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલરોની યાદીમાં સામેલ થઈ ગયો છે. યાદીમાં ટોચ પર, સ્પિનર યુઝવેન્દ્ર ચહલે બમગહામમાં ૨૦૧૯માં ઈંગ્લેન્ડ સામે ૮૮ રન આપ્યા હતા. બીજા નંબરે જવાગલ શ્રીનાથએ ૨૦૦૩માં ઓસ્ટ્રેલિયા સામે ૮૭ રન, ત્રીજા સ્થાને અને કરસન ઘાવરી છે. ઘાવારીએ ૧૯૭૫ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ મેદાનમાં ૮૩ રન આપ્યા હતા. ઈકોનમીના મામલામાં પણ સિરાજનું નામ હવે આ યાદીમાં જોડાઈ ગયું છે. ચહલ ૨૦૧૯માં ઈંગ્લેન્ડ સામે ૮.૮માં વર્લ્ડ કપ મેચોમાં સૌથી વધુ ઈકોનોમી રેટ સાથે ભારતીય બોલરોમાં ટોચ પર છે. શ્રીનાથ નંબર-૨ પર છે. ૨૦૦૩માં જોહાનિસબર્ગમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ ફાઇનલમાં અને હવે મોહમ્મદ સિરાજનું નામ ત્રીજા નંબર પર આવી ગયું છે.