ભારતીય બ્લાઈન્ડ ટીમે પાકિસ્તાન સામે સિરીઝ જીતી, મેચમાં ૨ ખેલાડી હીરો બન્યા

ભારતીય બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે પાકિસ્તાન બ્લાઈન્ડ ક્રિકેટ ટીમને 8 વિકેટથી હાર આપી છે. આ સાથે ત્રણ ટી 20 મેચ ફ્રેન્ડશીપ ક્રિકેટ સીરિઝ 2-1થી જીતી લીધી છે.સુનીલ રમેશ અને અજય કુમારે શાનદાર બેટિંગ કરી અડધી સદી ફટકારી હતી. ભારતીય ટીમે પાકિસ્તાન સામે સીરિઝ જીતી લીધી છે.

સુનીલ રમેશ અને અજય કુમાર રેડ્ડીની અડધી સદીની મદદથી ભારતે ત્રીજી ટી 20 મેચમાં પાકિસ્તાનને 8 વિકેટથી હરાવી બ્લાઈન્ડ ક્રિકેટની ફ્રેન્ડશીપ ક્રિકેટ સીરિઝ 2-1થી જીતી લીધી છે. ત્રીજી ટી 20 મેચમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

પાકિસ્તાનની ટીમે પહેલા બેટિંગ કરતા 193 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 18.4 ઓવરમાં ટાર્ગેટને પૂર્ણ કર્યા હતો. ભારતે માત્ર 2 વિકેટ ગુમાવી હતી.

પાકિસ્તાની ટીમે પહેલા બેટિંગ કરતા મોહમ્મદ સલમાને 193 રન બનાવ્યા હતા. જ્યારે મોહમ્મદ રાશિદે 32 રનની ઈનિગ્સ રમી હતી. ત્યારબાદ ભારત માટે સુનીલ રમેશ અને અજય કુમારે શાનદાર બેટિંગ કરી અડધી સદી ફટકારી હતી.

શાનદાર બેટિંગ કરતા અજય કુમારને મેચમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમણે બોલ અને બેટ બંન્નેની મદદથી શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

સીરિઝમાં પાકિસ્તાની ટીમે પહેલી મેચમાં જીત મેળવી હતી. ત્યારબાદ ભારતીય ટીમે બીજી ટી 20 મેચ 5 વિકેટથી જીતી હતી. ત્યારબાદ ત્રીજી ટી 20 મેચમાં 8 વિકેટથી જીત મેળવી હતી. ભારતીય ટીમે સીરિઝ અને મેચ પોતાને નામ કરી લીધી છે. મેચ દુબઈના આઈસીસી ક્રિકેટ એકેડમીમાં રમાઈ હતી.