બાલાસીનોર,
બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા બાલાસિનોર ટી જંકશન ચોકડી ખાતે ભારતીય બનાવટનો વિદેશીદારૂ બીચર ભરેલ ફોર વ્હીલ કાર સહિત કિંમત રૂપિયા 3,52,804- નો મુદ્દામાલ પકડી પાડી ગણનાપાત્ર કેસ શોઘતી બાલાસિનોર ટાઉન પોલીસ.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા ,પંચમહાલ ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક ,રાકેશ બારોટ મહીસાગર જીલ્લા તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.વળવી, લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓએ જીલ્લામાં પ્રોહીબીશન/જુગાર તથા નશીલા માદક દ્રવ્યોની પ્રવૃતિ આચરતા ઇસમો ઉપર રેઇડ કરી અસરકારક પરીણામલક્ષી કામગિરી કરવા સુચના આપેલ જે સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એ.એન.નિનામા નાઓએ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનાં અધિકારી તેમજ કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા તથા જુગારની પ્રવૃતિ ચાલતી સંભવિત જગ્યાઓ તથા પ્રોહી બુટલેગર ઉપર વોચ રાખી રેઇડો કરવા સુચના કરેલ.
જે સુચના અન્વયે આજરોજ તા.22/2/2013 નાં રોજ પો.સબ.ઇન્સ સી.કે.સીસોદીયા તથા એ.એસ.આઇ દેવેન્દ્રસિહ નટવરસિંહ તથા આ.પો.કોન્સ હાર્દીકસિહ રાજેન્દ્રસીહ તથા આ.પો.કો દીનેશભાઇ ભલાભાઇ વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો સાથે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમ્યાન બાલાસિનોર ટી જંકશન ખાતે વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન હોન્ડા અમેઝ કાર નંબર જી.જે.01.આર.એ.4517 ની આવતા તે શંકાસ્પદ જણાતા જે ગાડીને અટકાવી તેમાં તપાસ કરતા ગે.કા.વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશીદારૂ તથા બીયરનાં ટીનનો જથ્થો મળી આવતા તે ગાડીનાં ચાલક અજય યાસીન ખાં ભાટી રહે.પ્લોટ નંબર-17 ગણેશનગર-1 જાનજયોતી પ્રાથમીક શાળા પાસે મુરલીપુરા સ્કીમ જયપુર (રાજસ્થાન) તથા વિનોદ સોમાભાઇ પગી રહે. દેદાવાડા તા.કડાણા જી.મહીસાગર નાઓ પોતાના કબ્જાની ઉપરોકત હોન્ડા અમેઝ ગાડીમાં ભારતીય બનાવટની પર પ્રાન્તીય વિદેશી દારૂ તથા બીયર ટીનની પેટીઓ 47 જેમાંની નાની મોટી કાચની કંપની સીલ લેબલ વાળી બોટલો તથા ટીન બિયર કુલ 1548 નંગ કીમંત રૂપિયા 1,91,280/- તથા ગાડી ની કીંમત રૂપિયા 1,50,000/- તથા મોબાઇલ નંગ-3 કીંમત રૂપિયા 11,000/- મળી કુલ્લે રૂહ.3,52,280/- ના મુદ્દામાલ ભરી જે મુદ્દામાલ સહ આરોપી નંબર-3 મુકેશભાઇ રહે. લુણાવાડા તા. લુણાવાડા, જી. મહીસાગર નાઓએ વેચાણ અર્થે મંગાવી તમામ આરોપીઓએ એકબીજાના મેળાપીપણાંમાં રહી ગુન્હો આચરેલ હોય ઉપરોકત પ્રોહી મુદ્દામાલ પકડી પાડી ઉપરોકત તમામ ઇસમો વિરૂધ્ધ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ઘરવામાં આવેલ છે.