ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ 57 કિલો વજન કેટેગરીની અને દીપક પૂનિયા 86 કિલો વજનની કેટેગરીમાં સેમી-ફાઈનલમાં પ્રવેશ કર્યો. રવિકુમારે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં બુલ્ગેરિયાના ઓસ્કર ટિગરે રોસ ઉસ્બાનોને 14-4 થી હરાવીને જીત મેળવી છે. જ્યારે દીપક પૂનિયાએ ચીનના કુસ્તીબાજ જુશેન લિનને 6-3 થી હરાવીને આ મુકાબલામાં જીત મેળવી છે.
જ્યારે જેવલિન થ્રોમાં નીરજ ચોપડાએ ફાઈનલ માટે ક્વોલિફાઇ કરી લીધું છે. નીરજે પહેલા જ પ્રયાસમાં 86.65 મીટરનો થ્રો ફેક્યો. આ સાથે ભારત માટે મેડલની આશાઓ જગાવી છે.
કુસ્તીબાજ રવિ દહિયા અને દીપક પૂનિયાની સેમીફાઈનલ મેચ આજે બપોરે રમાઈ હતી જેમાં રવિ દહિયા ફાઈનલમાં પહોચ્યો.