વૈશ્વિક બજારોના ઉતારચઢાવની પરવાહ વિના ભારતીય બજાર આજે સપ્તાહના પ્રથમ દિવસે ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. BSE અને NSE માં હકારાત્મકતા જોવા મળતા સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક ઉછાળો દર્શાવી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 37,784 .46 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 11,169 .60 સુધી ઉછળા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.0 ટકાની મજબૂતીના વધારા સાથે જોવામાં આવી રહ્યા છે. સવારે ૧૦ વાગે સેન્સેક્સમાં ૩૯૫ અને નિફટીમાં ૧૧૯.૩૫ અંકનો વધારો નોંધાયો હતો.
- બજારની સ્થિતિ ( સવારે ૧૦.૧૦ કલાકે)
- બજાર સૂચકઆંક સ્થિતિ
- સેન્સેક્સ 37,784.46 +395.80 (1.06%)
- નિફટી 11,169.60 +119.35 (1.08%)
સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં શેરોમાં મજબૂતી જોવામાં આવી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.99 ટકાની ઉછાળો દેખાય રહ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.97 ટકાનો વધારો નોંધાયો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ પણ વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. બેન્કિંગ, ઑટો, એફએમસીજી, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, રિયલ્ટી, ફાર્મા અને આઈટી શેરોમાં ખરીદારી નજરે પડી રહી છે. દિગ્ગજ શેરોમાં અદાણી પોર્ટસ, ઓએનજીસી, બજાજ ફાઈનાન્સ, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ અને બજાજ ફિનસર્વ વધ્યા છે. જો કે ટીસીએસ, સિપ્લા, ઈન્ફોસિસ, નેસ્લે ઈન્ડિયા અને એચસીએલ ટેકમાં ઘટાડાના સંકેત દેખાઈ રહ્યા છે.