ભારતીય સેનાની મોટી કાર્યવાહી, આતંકીઓના મદદગારોને ઝડપ્યા

જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે આતંકીઓના મદદગારને ઝડપી લીધા છે. સુરક્ષાદળોએ પૂંછ જિલ્લાના મેંઢર સેક્ટરમાં આ કાર્યવાહી કરી છે. જેમાં બે લોકોને ઝડપી પાડીને મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યા છે. પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક લોકો હથિયારોની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારબાદ આ ઓપરેશન પાર પાડ્યું છે.

આઇડી બનાવવાનો સામાન કબ્જે કરાયો

સુરક્ષા દળોએ તેમની પાસેથી ત્રણ ચાઇનિઝ પિસ્તોલ, છ મેગઝીન, 70 પિસ્તોલ રાઉન્ડ્સ, 11 હેન્ડ ગ્રેનેડ, એક વાયરલેસ સેટ, એક આઇઇડી, બે બેટરી, બે ઝંડા, મોબાઇલ ફોન, ચાર્જર, પેન ડ્રાઇવ અને અન્ય આઇડી બનાવવાનો સામાન કબ્જે કરાયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ વિસ્ફોટક અને હથિયારો પીઓકેમાંથી મોકલવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *