ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઇને કેન્દ્રીય મંત્રી ગોયલે આપ્યું મહત્વનું નિવેદન

US-India સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમના ત્રીજા વાર્ષિક લીડરશિપ સંમેલનમાં ભારતના કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મંગળવારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર(ટ્રેડ ડીલ) પર વાત કરી. તેમણે કહ્યું કે, મે રાજદૂત રૉબર્ટ લાઇટહાઇઝર(અમેરિકાના વેપાર પ્રતિનિધિ) સાથે વાત કરી હતી. અમે સહમત થયા હતા કે આપણે આ કરાર ચૂંટણી પહેલા અથવા ત્યારબાદ તરત કરી શકીએ છીએ. હું આવતીકાલે હસ્તાક્ષર માટે તૈયાર છું.

  • ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે કેન્દ્રીય મંત્રીનું નિવેદન
  • હું આવતીકાલે હસ્તાક્ષર માટે તૈયારઃ પીયૂષ ગોયલ
  • પહેલા ક્યારેય આટલા મજબૂત નહોતા રહ્યા ભારત-અમેરિકાઃ માઇક પેન્સ

ગોયલે કહ્યું કે, આ ભારત અને અમેરિકા બન્નેના હિતમાં છે કે આ કરારની સાથે આપણી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવામાં આવે. આનાથી મોટા દ્વિપક્ષીય જોડાણ પર વાતચીત કરવા માટે દરવાજા ખુલશે અને મને આશા છે કે આપણે મુક્ત વેપાર કરાર માટે મોટા સહયોગના આગામી સ્તરે જઇ શકીએ છીએ.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ પેકેજ ભારત અને અમેરિકા બન્ને માટે સારુ છે. તેમણે કહ્યું કે, સમગ્ર પેકેજ અંદાજિત તૈયાર થવા પર છે અને અમેરિકામાં જ્યારે પણ સ્થાનિક રાજકીય સ્થિતિઓની સાબિતી આપે છે, આને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. આપણે માનીએ છીએ કે, આમાં અમેરિકા અને ભારત બન્ને માટે જીતની સ્થિતિ હોવી જોઇએ.