- જામા મસ્જિદે વિવાદસ્પદ નોટિસ પાછી ખેંચી
- મસ્જિદનાં શાહી ઇમામે નોટિસ રદ કરી
- દિલ્હીનાં ઉપરાજ્યપાલ સાથેની મુલાકાત બાદ લીધો નિર્ણય
દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદમાં એકલી કે સમૂહમાં મહિલાઓનાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવા મુદે વિવાદ વધી રહ્યો હતો. આ મુદે દિલ્હીની LGની પણ એન્ટ્રી થઇ ગઇ હતી. સૂત્રો અનુસાર દિલ્હીનાં ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાએ જામા મસ્જિદનાં શાહી ઇમામ બુખારી સાથે વાત કરી હતી. સાથે જ તેમણે છોકરીઓનાં પ્રવેશને પ્રતિબંધિત કરતો આદેશ રદ કરવાનું નિર્દેશન આપ્યું હતું. માહિતી અનુસાર ઇમામ બુખારીએ ઉપરાજ્યપાલનાં આદેશ સાથે સહમતિ દર્શાવી હતી. આ સાથે જ મસ્જિદની પવિત્રતાનું સન્માન જાળવવા માટે અનુરોધ કર્યો છે.
જામા મસ્જિદ એક નોટિસનાં કારણે વિવાદોમાં
દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદ એક નોટિસનાં કારણે વિવાદોમાં આવી રહી હતી. મસ્જિદમાં બધી જગ્યાએ નોટિસ લગાવવામાં આવી હતી- જામા મસ્જિદમાં છોકરી કે છોકરીઓને એકલા અંદર આવવાની મનાઇ છે. આ નોટિસ જાહેર થતાં જ વિવાદો શરૂ થઇ ગયાં. દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ મુદે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતમાં તાલિબાની નિર્ણયોને માન્યતા ન આપી શકાય. હવે જામા મસ્જિદનાં PRO અધિકારીએ આ વિવાદ પર સ્પષ્ટતા જાહેર કરી હતી.
જનરલ સેક્રેટરીએ કહ્યું કે બોર્ડમાં કોઇક ભૂલ હતી
આ પહેલા જામા મસ્જિદનામ RWAનાં જનરલ સેક્રેટરી મહોમ્મદ સલમાને કહ્યું કે બોર્ડમાં કોઇક ભૂલ હતી. આ મુદામાં અમે શાહી ઇમામથી વાત કરવાનાં છીએ. સમય જતાં આ ભૂલને પણ બરાબર કરી દેવામાં આવશે. હવે શું ભૂલ કે શું ચૂક થઇ તે અંગે મહોમ્મદ સલમાનની તરફથી કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. માત્ર એવું કહેવામાં આવ્યું છે કે ભૂલ સુધારી લેવામાં આવશે.
આ દલીલ શરૂ થઇ હતી
મસ્જિદ પ્રશાસનનાં નિર્ણયને લઇને મસ્જિદનાં પીઆરઓ સબીઉલ્લાહનું કહેવું છે કે એકલી છોકરીઓ આવે છે અને ખોટી હરકતો કરે છે વીડિયો બનાવે છે. આ બાબતો પર રોક લગાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ફેમિલીની સાથે આવતી મહિલા પર કોઇ રોક લગાવવામાં આવશે નહીં. પરંતુ આ જગ્યાને મીટિંગ પોઇન્ટ સમજવું, ટિકટોક વીડિયો બનાવવો, પાર્ક સમજવું , ડાન્સ કરવું યોગ્ય નથી.
સ્વાતિ માલીવાલે લગાવી ક્લાસ
આ આદેશ પર લોકોએ વિરોધ દર્શાવ્યો તો સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે અમે જામા મસ્જિદનાં શાહી ઇમામનાં આ તાલિબાની નિર્ણય વિરુદ્ધ નોટિસ લાગૂ કરી છે. શાહી ઇમામનો આદેશ બંધારણની વિરૂદ્ધમાં છે. તેમને શું લાગે છે કે આ ઇરાન છે કે અહીં મહિલાઓથી ભેદભાવ કરવામાં આવશે અને કોઇ રોકશે નહીં. મસ્જિદ પ્રશાસનની તરફથી લગાવવામાં આવેલ આ રોકને અમે હટાવીને રહેશું.