આજે એકાએક વાતાવરણ પલટાતાં અંબાજીમાં ભારે વરસાદની શરૂઆત થઈ હતી. ભક્તો ચાલુ વરસાદે ચાચર ચોકમાં મન મકીને ગરબે ઘૂમ્યા હતા. સાથે જ ઢોલ-નગારા સાથે માતાજીની ધજા ચડાવી હતી. ત્યારે ભક્તિને કોઈપણ વિઘ્ન ના રોકી શકે તે માતાજીના ભક્તોએ સાબિત કરી બતાવ્યું હતું. ધોધમાર વરસાદને પગલે અંબાજી સહિત અનેક વિસ્તારોમાં પાણી વહેતા થયા હતા.
આજે ફરી દાંતા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતાં આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયું હતું. અંબાજી અને દાંતા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા હતા. ઠેર ઠેર ભારે વરસાદના કારણે પાણીનો ભરાવો પણ થયો છે. તો ભારે વરસાદ વરસતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે.
આજે બપોર બાદ એકાએક વાતાવરણ પલટાતાં અંબાજીમાં ભારે વરસાદની શરૂઆત થઈ હતી. આજે રવિવાર હોવાના કારણે અંબાજી મંદિરમાં ભક્તોની ભારી ભીડ જોવા મળી હતી. ભક્તો પણ માતાજીના દર્શન કરવા માટે વરસતા વરસાદ વચ્ચે પહોંચ્યા હતા. ભક્તિને કોઈપણ વિઘ્ન ના રોકી શકે તે માતાજીના ભક્તોએ સાબિત કરી બતાવ્યું હતું. ભારે વરસાદ વચ્ચે ભક્તો અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબા ઝૂમ્યા હતા. ઢોલ નગારા સાથે ભક્તો માતાજીની ધજાઓ લઈને ચાલુ વરસાદે પહોંચ્યા હતા. ધોધમાર વરસાદ વરસતા મંદિરના ચાચર ચોકમાં પાણી ભરાયું હતું. તો અંબાજી મંદિરની સીઢીઓ પરથી પાણી વહેતા થયા હતા. આ ઉપરાંત બજારોમાં પણ પાણી નદીની જેમ વહેતું જોવા મળ્યું હતું.