- સહાયક સબ ઇન્સપેક્ટર એસ્ટેટ TDOની પરીક્ષા મોકૂફ
- રાજ્યમાં ભારે વરસાદને પગલે રવિવારે યોજાનારી પરીક્ષા મોકૂફ
- બોર્ડ પરીક્ષાનું પુનઃઆયોજન કરવા અંગેની જાણ ટૂંક સમય કરશે
રાજ્યમાં ભારે વરસાદને પગલે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રવિવારે યોજાનારી સહાયક સબ ઇન્સપેક્ટર એસ્ટેટ TDOની જગ્યા માટેની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. અત્રે જણાવી કે, MCQ લેખિત પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરતી બોર્ડ લેખિત પરીક્ષાનું પુનઃઆયોજન કરવા અંગેની વિગતવાર જાણ ટુંક સમયમાં કરશે તેવું પણ જણાવ્યું છે.
અતિભારે વરસાદ હોવાના કારણે પરીક્ષા મોકુફ
સહાયક સબ ઇન્સ્પેકટર એસ્ટેટ-ટીડીઓની જગ્યા માટેની લેખિત પરીક્ષા એમ સી ક્યું ટેસ્ટ તારીખ 23 જુલાઈ 2023ને રવિવારના રોજ 10.30 કલાકે લેવાની હતી પરંતુ અતિભારે વરસાદ હોવાના કારણે આ પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ભરતીનો જાહેર ખબર ક્રમાંક:03/2022-23 તા:15/03/2023 છે. બોર્ડ વધુમાં જણાવ્યું છે કે, લેખિત પરિક્ષાનું પુન:આયોજન કરવા અંગેની વિગતવાર જાણ ટૂંક સમયમાં કરવામાં આવશે અને જેની લાગતા વળગતા ઉમેદવારોએ નોંધ લેવી.