સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે મોટાભાગના ડેમો પાણીથી છલકાયા છે. ત્યારે મોરબી મચ્છુ ૩ ડેમનો એક દરવાજો ૨ ફૂટ ખોલવામાં આવ્યો છે. આ ડેમમાં ૧૨૫૫ ક્યુસેક પાણીની આવક થઈ છે.મચ્છુ ૩ ડેમમાંથી ૧૬૭૪ ક્યુસેક પાણીની જાવક થઈ છે. મોરબી અને માળીયા મિયાણાના ૨૧ ગામને એલર્ટ કરાયા છે.
મોરબી તાલુકાના ગોરખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જૂના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, જૂના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુર ગઢ, સોખડા તેમજ માળીયા મીયાણા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીર વિદરકા, માળીયા મીયાણા, હરીપર, ફતેપર ગામોને એલર્ટ અપાયું.જ્યારે હળવદના બ્રાહ્મણી ડેમના ૫ દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે ૧૧ ગામને એલર્ટ આપવામાં આવ્યા છે.