કાલોલ શહેરના ઈન્દિરા નગર તળાવ વિસ્તારમાં પાણી ભરાતા આ સ્થળે વસવાટ કરતા 21 વ્યક્તિઓને મામલતદાર વાય.જે.પુવાર અને ડિઝાસ્ટર ટીમ દ્વારા સોમવારે રાત્રે રેસ્કયું કરી નગરપાલિકા કોમ્યુનિટી હોલમાં ખસેડાયા હતા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જયારે કાલોલ તાલુકાના રતનપુરા ગામે કરાડ નદીમાં પાણી વધવાની સંભાવનાને લઈને 12 કુટુંબો જેના કુલ 30 વ્યક્તિઓને તંત્ર દ્વારા સલામત રીતે રતનપુરા પ્રાથમિક શાળામા ખસેડી લેવામાં આવ્યા હતા. જયારે ડેરોલ ગામમાં ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાતા મંગળવારે વહેલી સવારે અને સોમવારે મોડી રાત્રે 9 વ્યક્તિઓને બહાર કાઢી ગ્રામ પંચાયત ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમા એક છ માસનું બાળક પણ સામેલ હતું. જેને બહાર કાઢવાનો વિડીઓ વાઈરલ થયો છે. કાલોલ તાલુકાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ નગરપાલિકાની ટીમ એને કાલોલ મામલતદાર સ્વયં રેસ્કયુ ઓપરેશન મા વરસતા વરસાદમાં હાજર રહ્યા હતા.