
- રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની આગાહી
- 26 મેના રોજ ફૂંકાઈ શકે છે ભારે પવન
- હવામાન વિભાગે કરી ભારે પવન ફૂંકાવાની આગાહી
રાજ્યમાં અત્યાર 42થી 43 ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. ઉનાળાની ગરમી લોકોને દઝાડી રહી છે. લોકો પણ ગરમીને ધ્યાનમાં રાખીને અવરજવર કરી રહ્યા છે. જોકે, ગરમીના ભારે પ્રકોપથી લૂ લાગવાના કિસ્સામાં પણ ખાસ્સો એવો વધારો થયો છે. આ દરમિયાન સ્થાનિક હવામાન વિભાગની આગાહી જણાવે છે કે રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકોને શનિવારથી થોડી ઘણી રાહત મળશે. હવામાન વિભાગે શુક્રવારે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે.
65 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારો માટે આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બનથી દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવનનું એલર્ટ છે. દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 26 મેના રોજ ગુજરાતમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તો દરિયાકાંઠા વિસ્તારમાં 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે.
અમદાવાદમાં ગરમીએ મૂકી માઝા
સ્થાનિક હવામાન વિભાગની આગાહી જણાવે છે કે રાજ્યમાં હજુ બે દિવસ ગરમીની સ્થિતિ જળવાઈ રહેશે, જોકે, શનિવારથી ગરમીની તીવ્રતામાં બેથી ત્રણણ ડિગ્રી જેટલો ઘટાડો થશે એટલે લોકોને ભારે ગરમી સામે થોડી રાહત મળશે. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં ગરમીએ માઝા મૂકી છે. અનેકવાર અમદાવાદ રાજ્યનું હોટેસ્ટ સિટી બન્યું છે. અમદાવાદીઓ પણ ગરમીથી તોબા પોકારી રહ્યા હોય પ્રી-મોન્સૂન એક્ટિવિટીની રાહ જોઈ રહ્યા છે. જોકે, હાલ તુરંત આવી કોઈ એક્ટિવિટી શરૂ થાય તેવી કોઈ શક્યતા નથી.