ઇસ્લામાબાદ,
ભારત અને પાકિસ્તાનની વચ્ચે શાંતિના પ્રતીક કરતારપુર કોરિડોર માટે હવે એક એબેસેડર એટ લાર્જ છે.તાજેતરમાં પાકિસ્તાને પોતાના પંજાબ પ્રાંતના એક શિખ ધારાસભ્ય રમેશ સિંહ અરોડાને આ પદ માટે નોમિનેટ કર્યા આ દરમિયાન અરોડાએ કહ્યું કે તેમની સૌથી મોટી આશા કોરિડોરનો ઉપયોગ કરનારા ભારતના તીર્થયાત્રીકોની સંખ્યાને પ્રોત્સાહન આપવાનો છે.
વિવાદિત ખાલિસ્તાનના મુદ્દા પર રમેશ સિંહ અરોડાએ કહ્યું કે જયાં સુધી કે અદાલતોએ પણ કહ્યું છે કે પોતાની માંગોને ઉઠાવવી શિખ સમુદાયનો અધિકાર છે જો કે તે ભારતને જોવાનું છે કે પોતાના આંતરિક મામલાને કેવી રીતે ઉકેલે છે અને પોતાના લોકોને કેવી રીતે શાંત કરે છે જે એક અલગ માતૃભૂમિની માંગ કરી રહ્યાં છે.
૪૮ વર્ષના રમેશ સિંહ અરોડા પંજાબ જીલ્લાના નરોવાલાથી સંબંધ ધરાવે છે આ જગ્યા પર શિખ ધર્મના સૌથી પવિત્ર તીર્થસ્થળમાંથી એક ગુરૂદ્વારા શ્રી કરતારપુર સાહિબ સ્થિત છે.રમેશે સિંહ નરોવાલની પ્રાંતીય વિધાનસભા(એમપીએ)ના બે વાર સભ્ય રહ્યાં છે.કરતારપુર પર નવી પહેલ એવા સમયે થઇ છે જયારે પાકિસ્તાનના પંજાબના પૂર્વ મુખ્યમંત્રી શહબાજ શરીફ દેશના વડાપ્રધાન છે અને પાકિસ્તાન મુસ્લિમ લીગ કેન્દ્ર અને રાજય બંન્નેમાં શાસન કરી રહી છે.રમેશ સિંહ અરોડા પીએમએલ એનના સભ્ય છે.
રમેશ અરોડાએ કહ્યું કે એ દુર્ભાગ્યપૂર્ણ હતું કે નવેમ્બર ૨૦૧૯માં કરતારપુર કોરિડોરને ખોલવાના ત્રણ વર્ષથી વધુ સમય બાદ ભારત તરફથી તીર્થયાત્રીઓને કરતારપુર ગુરૂદ્વારામાં માથુ ટેકવવાની સુવિધા મળી જો કે પાકિસ્તાની એબેસેડર ગુરૂ નાનકના અંતિમ વિશ્રામ સ્થળ પર ભારતીય શ્રદ્ધાળુ ઓની ઓછી સંખ્યાથી ચિતિત છે.
રમેશ અરોડાએ કહ્યું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે સાઇન કરવામાં આવેલ સમજૂતિ અનુસાર અમે કરતારપુરમાં દરરોજ ઓછામાં ઓછા ૫૦૦૦ તીર્થયાત્રીકો માટે વ્યવસ્થા કરી છે જેમાં લંગર પણ સામેલ છે.પરંતુ કદાચ જ કોઇ દિવસ હોય જયારે ભારતથી આવનારા તીર્થયાત્રીકોની સંખ્યા ૧૦૦૦થી વધુ હોય.મોટાભાગના દિવસોમાં આ સરેરાશ ૨૦૦-૨૫૦ જ થાય છે.અમે ફકત ભારતમાં શિખ સંગતથી આ કોરિડોરનો પુરો ઉપયોગ કરવાની અપીલ કરી શકીએ છીએ કારણ કે તેને ખોલવાનું એકમાત્ર કારણ ભારતીય શિખોની માંગ હતી.