- ભારત રશિયા વચે ઓઈલને લઈને સબંધ મજબૂત
- ભારતે રશિયાના કાચા તેલની ખરીદીમાં વધારો કર્યો
- ભારત પોતાના વ્યાવસાયિક હિતને પહેલા ધ્યાને લે છે
ભારતે વ્યાપારિક સબંધો મજબુત કર્યા
એક તરફ જ્યાં યુક્રેન પર હુમલાને લઈને પશ્ચિમી દેશો રશિયા પર પોતાના પ્રતિબંધો કડક કરી રહ્યા છે, તો બીજી તરફ ભારત રશિયા સાથે પોતાના વ્યાપારિક સંબંધોને દિવસેને દિવસે વધારી રહ્યું છે.
ભારતીય તેલ ઉદ્યોગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારત સરકારે દેશની ઓઇલ કંપનીઓને રશિયાનું સસ્તું તેલ મોટા પ્રમાણમાં ખરીદવાનું કહ્યું છે.
સબસિડીનો લાભ લેવાનું કહ્યું
વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ અનુસાર, તેલ ઉદ્યોગના અધિકારીઓનું કહેવું છે કે હાલના પખવાડિયામાં સરકારી અધિકારીઓ તેને ખરીદી ચાલુ રાખવા કહ્યું અને રશિયાના તેલમાં જે છૂટછાટનો લાભ મળે છે તે લેવા પ્રોત્સાહિત કર્યા છે. એક અધિકારી અનુસાર સરકારી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન રશિયાની મોટી કંપની રોસનેફ્ટ ઓઈલની સાથે ઓઈલની ખપત પૂરી કરવા માટે ઘણા કોન્ટ્રાક્ટ પર વાતચીત થઇ છે.
પશ્વિમી દેશોએ ખરીદી પર પ્રતિબંધ લાદ્યો
પશ્વિમ દેશો રશિયન તેલ અને ગેસના બહુ મોટા ખરીદદારો છે. રશિયાના તેલ અને ગેસ પર લગભગ બધા જ યુરોપિયન દેશ નિર્ભર હતા પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ પછી તેલ અને ગેસની ખરીદી ઓછી કરી નાખી છે. આના લીધે તેલ અને ગેસમાં ભારે નુકશાન થયું છે. પરંતુ આ બધા વચ્ચે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદી વધારી દીધી છે. જો ભારત રશિયા પાસેથી વધુ તેલની ખરીદી કરે છે તો પશ્વિમી દેશોએ જે રશિયા તેલ પર પ્રતિબંધ કર્યો છે તો ભારતની વધુ ખરીદી ના લીધે તેમાં કોઈ અસર પડશે નહી. ભારતની સાથે ચીન અને તુર્કી પણ રશિયન ઓઈલના મોટા ખરીદદાર છે. જેનાથી રશિયાને ઘણો ફાયદો થવાનો છે.
ખરીદીમાં કર્યો 25 ગણો વધારો
Kplerના આંકડા અનુસાર ભારતે રશિયા યુદ્ધની શરૂઆત થયા બાદ રશિયા પાસેથી તેલની ખરીદીમાં 25 ગણો વધારો કર્યો છે. ફેબ્રુઆરીમાં જ્યાં ભારત દિવસના 30 હજાર બેરલ કાચું તેલ ખરીદતું હતું તે હવે જુન મહિનામાં વધીને દિવસનું 10 લાખ બેરલ થઇ ગયું છે. આંતરરાષ્ટ્રીય આંકડા મુજબ આ માત્રા ટોટલ રશિયાના નિકાસનો ચોથો ભાગ થાય છે.
ભારત પોતાના વ્યાવસાયિક હિતને પ્રાથમિકતા આપે છે
યુક્રેન પર રશિયાના હુમલા પછી રશિયાના કાચા તેલમાં ભારે ભાવ ઘટાડો જોવા મળ્યો છે. રશિયાના કાચા તેલ કે જેને યુરાલના નામે પણ ઓળખવામાં આવે છે તેની યુદ્ધ પહેલા ખુબ માંગ હતી પરંતુ યુદ્ધ પછી આ બેંચમાર્કમાં 37 ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો. તજજ્ઞોનું કહેવું છે કે હવે કીમતોમાં સુધાર જોવા મળી રહ્યો છે. અહી સસ્તા ભાવના રશિયન તેલની ખરીદીથી ભારતને ઘણો ફાયદો થયો છે. વિશ્વભરમાં તેલની કિંમતોને લઈને પરેશાન દેશોમાં ભારત પણ એક દેશ છે. પરંતુ રશિયાનું તેલ ખરીદીને આ બાબતે થોડી રાહત મળી છે. ભારત આ યુધ્ધમાં તટસ્થતા જાળવી રાખી છે. ઈરાન અમેરિકા યુધ્ધમાં પણ ભારતે ઈરાન પાસે તેલની ખરીદી ચાલુ રાખી હતી. રશિયાના તેલની ખરીદી ઉપર ભારે પ્રતિબંધ હોવા છતાં પણ ભારતીય તેલ ખરીદદારો આ પ્રતિબંધોથી બચીને તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે