નવીદિલ્હી,
ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. ટી ૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં બાંગ્લાદેશ ને હરાવી આ ટીમ ત્રીજી વખત ચેમ્પિયન બની છે. ભારતે સતત ત્રીજી વખત આ ખિતાબ જીત્યો હતો. આ ટુર્નામેન્ટની માત્ર ત્રીજી સીઝન હતી જેના કારણે હજુ સુધી અન્ય કોઈ ટીમ અત્યાર સુધી ટાઈટલ જીતી શકી નથી.
આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા ૨ વિકેટે ૨૭૭ રન બનાવ્યા હતા. રમેશે ૬૩ બોલમાં અણનમ ૧૩૬ રન બનાવ્યા હતા. અજય રેડ્ડીએ પણ ૫૦ બોલમાં અણનમ ૧૦૦ રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ ૩ વિકેટે ૧૫૭ રન જ બનાવી શકી હતી. આ રીતે ભારતીય ટીમે ૧૨૦ રનના મોટા માજનથી મેચ જીતી લીધી હતી.જોકે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ વિવાદ થયો હતો. વિઝા ન મળવાને કારણે પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ભારત આવી શકી ન હતી.અંધજનો માટે ટી ૨૦ વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ટીમ પર ખુશી વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશને તેના ખેલાડીઓ પર ગર્વ છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, ’ભારતને તેના ખેલાડીઓ પર ગર્વ છે. અમે બ્લાઈન્ડ ટી૨૦ વર્લ્ડ કપ જીત્યો છે, જે ખૂબ જ ખુશ છે. અમારી ટીમને અભિનંદન અને ભવિષ્ય માટે શુભકામનાઓ.
મેચની વાત કરીએ તો, સુનીલ રમેશ અને કેપ્ટન અજય કુમાર રેડ્ડીની શાનદાર સદીઓની મદદથી ભારતે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલા ત્રીજા ટી 20 વર્લ્ડ કપ કપમાં બાંગ્લાદેશને ૧૨૦ રને હરાવીને સતત ત્રીજું ટાઈટલ જીત્યું હતું. કર્યું. ભારત ખિતાબ જીતવા માટે અજેય રહ્યું હતું. કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી. ભારતીય કેપ્ટન અજય કુમાર રેડ્ડીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇન-ફોર્મ બેટ્સમેન સુનીલ રમેશે વાઇસ-કેપ્ટન ડી વેંકટેશ્ર્વર રાવ સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. મેચની ચોથી ઓવરમાં લલિત મીનાને સલમાને સ્ટમ્પ કર્યા ત્યારે ભારતને બેવડો ફટકો પડ્યો હતો. આ સમયે ભારતનો સ્કોર ૨૯/૨ હતો.
આ પહેલા ૨૦૧૭માં આયોજિત ટી 20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. ત્યારબાદ ટુર્નામેન્ટની મેચો ભારતમાં જ યોજાતી હતી. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ૮ વિકેટે ૧૯૭ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે એક વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતે ૯ વિકેટે જીત મેળવી હતી. અગાઉ ૨૦૧૨માં પણ ભારતે આ ખિતાબ કબજે કર્યો હતો.