
- ૯૪ દેશોએ ઠરાવની તરફેણમાં જ્યારે ૧૪ દેશોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
વોશિગ્ટન,
આ વર્ષના ફેબ્રુઆરીમાં શરૂ થયેલા યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો સૈન્ય જવાનો માર્યા ગયા છે. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્ર્વિક ખાદ્ય સુરક્ષાને પણ અસર થઈ છે અને ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક વધારો થયો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સોમવારે ફરી એકવાર રશિયાને યુક્રેન પરના હુમલા માટે જવાબદાર ઠેરવવાની હાકલ કરી છે. આ સાથે જ હુમલાને કારણે યુક્રેનમાં થયેલા નુક્સાન માટે રશિયા પાસેથી વળતર માંગવાનો મામલો પણ ઉઠાવવામાં આવ્યો હતો. આ પછી ડ્રાટ પ્રસ્તાવ લાવ્યા બાદ તેના પર વોટિંગ કરવામાં આવ્યું હતું.
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી યુક્રેન પરના હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવવા અને તેના કારણે થયેલા નુક્સાન માટે વળતર માટે એક વ્યવસ્થા તંત્ર બનાવવા માટેના ડ્રાટ ઠરાવ પર ફરી એકવાર મતદાન કરી રહ્યું હતું. કુલ ૯૪ દેશોએ ઠરાવની તરફેણમાં જ્યારે ૧૪ દેશોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ભારત સહિત ૭૩ દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.
સંયુક્ત રાષ્ટ્રમાં યુરોપિયન યુનિયનના મિશને એક ટ્વીટમાં કહ્યું કે આજે યુએન જનરલ એસેમ્બલીએ માન્યતા આપી છે કે યુક્રેન વિરુદ્ધ તેના આક્રમણ માટે રશિયાને જવાબદાર ઠેરવવું જોઈએ. ૯૪ દેશ દ્વારા ઠરાવને અપનાવવાાં આવ્યો છે. આ યુએનજીએ ઠરાવ નુક્સાનના દસ્તાવેજીકરણ અને નુક્સાન માટે યોગ્ય વળતર માટે એક મિકેનિઝમ ગોઠવવાની ભલામણ કરે છે.
પશ્ર્ચિમી દેશો દ્વારા રજૂ કરાયેલા ડ્રાટમાં યુક્રેનમાં રશિયાની કાર્યવાહી માટે તેની નિંદા કરવાનું કહેવામાં આવ્યું હતું. ઠરાવ લાવવામાં ભાગ લેનાર ચેક રિપબ્લિકે કહ્યું હતું કે યુક્રેનમાં યુદ્ધને કારણે થયેલા ઉલ્લંઘન અને નુક્સાન માટે રશિયાને જવાબદાર ગણવું જોઈએ.
સંયુક્ત રાષ્ટ્રમાં ચેક રિપબ્લિકના મિશને ટ્વિટ કર્યું કે આજે યુએનના સભ્ય દેશોએ મતદાન કર્યું છે કે યુક્રેનમાં યુદ્ધ દરમિયાન થયેલા ઉલ્લંઘન અને નુક્સાન માટે રશિયાને જવાબદાર ઠેરવવું જોઈએ. ચેક રિપબ્લિક જનરલ એસેમ્બલીમાં આ ઠરાવની રજૂઆતમાં સહભાગી હતો, જેણે નુક્સાની અને તેની પુન:પ્રાપ્તિ માટે એક પદ્ધતિની સ્થાપનાની ભલામણ કરી હતી.
તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં યુક્રેનમાં શરૂ થયેલા રશિયન અભિયાનમાં અત્યાર સુધીમાં હજારો સૈન્ય જવાનો માર્યા ગયા છે. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્ર્વિક ખાદ્ય સુરક્ષાને પણ અસર થઈ છે અને ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક વધારો થયો છે.