લોક્સભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે અને સત્તાધારી પક્ષ ભાજપ બહુમતીના આંકડાથી દૂર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે તેનું નામ લીધા વગર ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.સ્વરા ભાસ્કરે એકસ પર પોસ્ટ કરીને લખ્યું – ’તેણે કહ્યું કે ટાઇટેનિક ડૂબવા યોગ્ય નથી! અને પછી એક દિવસ.. તે ડૂબી ગયો! સરકાર કોઈ પણ બનાવે, આજે ભારતે નફરત, ભ્રષ્ટાચારઅને અભિમાનને હરાવી દીધું છે!
તમને જણાવી દઈએ કે સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ સમાજવાદી પાર્ટીના નેતા છે અને આ પાર્ટીને યુપીમાં સારી સીટો મળી છે.