ભારતે ફરી એકવાર પાકિસ્તાનની નાપાક યોજનાઓને નિષ્ફળ બનાવી છે.બીએસએફ જવાનોએ ફાઝિલ્કા બોર્ડર પાસે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. આ મામલો ૧ જુલાઈ, ૨૦૨૪ ના રોજ રાત્રે ૯:૩૦ વાગ્યે પ્રકાશમાં આવ્યો હતો.બીએસએફ જવાનોએ ફાઝિલ્કા જિલ્લામાં સરહદી ગામ સરદારપુરા પાસે આવતા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કર્યા પછી સરહદ સુરક્ષા વાડ તરફ આવતા એક પાકિસ્તાની બદમાશની શંકાસ્પદ હિલચાલ જોઈ. સૈનિકોએ ઘૂસણખોરને પડકાર્યો પરંતુ તે રોકાયો નહીં અને સરહદ સુરક્ષા વાડ તરફ આગળ વધતો રહ્યો.
જોખમને સમજીને અને રાત્રિના સમયે સરહદ પર હાઈ એલર્ટની સ્થિતિને યાનમાં રાખીને, ફરજ પરના સૈનિકોએ આગળ વધી રહેલા ઘૂસણખોર પર ગોળીબાર કર્યો, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ રીતે,બીએસએફ જવાનોએ ફરી એકવાર સરહદ પારથી ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરીનું કાવતરું ઘડી રહેલા સીમાપાર આતંકવાદી-સિન્ડિકેટની નાપાક યોજનાને નિષ્ફળ બનાવી દીધી.
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં તાજેતરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. અહેવાલો અનુસાર, ગંડોહ વિસ્તારના બજદ ગામમાં સવારે લગભગ ૯.૫૦ વાગ્યે એક્ધાઉન્ટર શરૂ થયું હતું. સુરક્ષા દળોએ સ્થળ પરથી ૩ રાઈફલ્સ સાથે ૨એમ૪ પણ જપ્ત કર્યા હતા. જણાવી દઈએ કે ગામમાં આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતીના આધારે પોલીસ, સીઆરપીએફ અને સેનાએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જ્યારે સુરક્ષા દળો છુપાયેલા આતંકવાદીઓની નજીક આવ્યા, ત્યારે તેઓએ તેમના પર ગોળીબાર કર્યો, જેના પછી એક્ધાઉન્ટર શરૂ થયું.