ભારતએ કોરોના વાયરસ રસીના ૬૦ કરોડ ડોઝનો પ્રી – ઓર્ડર આપી રાખ્યો છે . આ સિવાય બીજા એક અબજ ડોઝ મેળવવા માટે વાતચીત ચાલી રહી છે . એડવાન્સ માર્કેટ કમિટમેંટસના એક ગ્લોબલ એનાલિસિસમાં આ વાત સામે આવી છે . આ કેસમાં માત્ર અમેરિકા જ આનાથી આગળ છે જેને ૮૧ કરોડ ડોઝનો પ્રી – ઓર્ડર કર્યો છે . આ સિવાય પણ તેઓ વધુ ૧ . ૬ અબજ ડોઝ મેળવવાની કોશિષમાં છે . એનાલિસિસના મતે ઉચ્ચ અને મધ્યમ આવકવાળા કેટલાંય દેશોએ ૮ ઑક્ટોબર સુધીમાં અંદાજે ૩ . ૮ અબજ ડોઝનું બુકિંગ કરાવી લીધું હતું . આ સિવાય બીજા પાંચ અબજ ડોઝ માટે સોદાબાજી ચાલી રહી છે . ભારતની પાસે એડવાન્ટેજ એ પણ છે કે આ રસી બનાવાના મામલામાં દુનિયામાં નંબર વન છે અને તેને આ ક્ષમતાનો ફાયદો ચોક્કસ મળશે .
અમેરિકાના ડ્યૂક ગ્લોબલ હેલ્થ ઇનોવેશન સેન્ટરના મતે ૮ ઑક્ટોબર સુધીમાં કોરોના વેક્સીનનું બુકિંગ સ્ટેટસ કંઇક આ રીતનું છે . અમેરિકામાં ૮૧ કરોડ ડોઝ કન્ફર્મ અને ૧ . ૬ અબજ ડોઝ માટે વાતચીત ચાલુ છે . ભારત માટે ૬૦ કરોડ ડોઝ કન્ફર્મ , અને ૧ અબજ ડોઝ માટે વાતચીત ચાલુ છે જ્યારે યુરોપિયન યુનિયનના ૪૦ કરોડ ડોઝ કન્ફર્મ અને ૧ . ૫૬૫ અબજ ડોઝ માટે વાટાઘાટ ચાલુ છે . જો વસતીની દ્રષ્ટિથી જોઇએ તો કેનેડાએ પોતાની વસતી કરતાં ૫ ગણા વધું ડોઝ બુક કરાવી દીધા છે . યુકેએ વસતીથી અંદાજે અઢી ગણી વધુ રસી ખરીદવાનો સોદો કરી રાખ્યો છે . અમેરિકાએ પોતાની વસતીના ૨૩૦ % ને કવર કરવા માટે ઘણા ડોઝ બુક કરાવી રાખ્યા છે . રિસર્ચ સેન્ટરના આસિસ્ટન્ટ ડાયરેકટર આંદ્રિયા ટેલરના મતે એ ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે તેમાંથી થોડીક જ રસીની ખરીદી અસલમાં થઇ શકશે જે રેગ્યુલેટરની અપ્રૂવલ પર નિર્ભર કરશે . અત્યાર સુધી આ તમામ વેક્સીન એક્સપેરિમેન્ટલ સ્ટેજમાં છે અને કોઇને પણ રેગ્યુલેટરી અપ્રૂવલ મળી નથી . એવામાં દેશ જે પણ સોદો કરી રહ્યું છે . તેમાંથી કદાચ ઘણીબધી કયારેય પૂરી નહીં થઇ શકે . ઉદાહરણ તરીકે યુકે એ પાંચ અલગ – અલગ રસીનો સોદો કર્યો છે .