સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ શ્રીલંકા વિરુદ્ધ ટી૨૦ સિરીઝમાં ભારતે ૩-૦થી મેચ જીતી લીધી. અંતિમ મેચ ખુબ જ રસપ્રદ રહી. જે ભારતના ફાળે ગઈ. આ મચમાં કઈક એવું થયું કે જે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી જોવા મળ્યું નથી. સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ ભારતે ચમત્કાર કરી દીધો હોય તેવું લાગ્યું. વાત જાણે એમ છે કે આવું પહેલીવાર બન્યું જ્યારે ભારતે ૫૦ રનની અંદર ૫ વિકેટ ગુમાવ્યા બાદ કોઈ ટી૨૦ મેચ જીતી કે ટાઈ કરી હોય. ભારતે આ મુકાબલો સુપર ઓવરમાં જીત્યો.
આવું પહેલીવાર બન્યું કે જ્યારે ભારતે ૫૦ રનની અંતર એક સમયે ૫ વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યારબાદ મેચ ટાઈમાં ગઈ/જીતી. મેચ સુપર ઓવરમાં મેચ જીતી. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતે આ કમાલ કરી દેખાડ્યો છે. પહેલા બેટિંગ કરીને ભારતીય ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી. તેણે પોતાની ૫ વિકેટ માત્ર ૪૮ રનમાં ગુમાવી હતી. યશસ્વી જયસ્વાલ (૧૦), સંજુ સેમસન (૦), રિંકુ સિંહ (૧), સૂર્યકુમાર યાદવ (૮) અને શિવમ દુબે (૧૩) જેવા ખૂંખાર બેટર્સ સસ્તામાં આઉટ થઈ ગયા.
જીતને આરે પહોંચેલી શ્રીલંકન ટીમે જે વિચાર્યું પણ નહીં હોય તે થયું. આખરી ૩૦ બોલમાં મેજબાન ટીમે ૩૦ રન કરવાના હતા અને બે સેટ બેટર્સ સાથે કુલ ૯ વિકેટ હાથમાં હતી. કુસલ મેન્ડિસ (૪૧ રન) અને કુસલ પરેરા (૩૮ રન) રમતા હતા. ૧૬મી ઓવરમાં રવિ બિશ્ર્નોઈએ મેન્ડિસને ૪૩ રન પર આઉટ કરી નાખ્યો. ૧૭મી ઓવરમાં વોશિંગ્ટન સુંદરે ૨ વિકેટ લઈ લીધી. વાનિંદુ હસરંગા(૩ રન) અને ચરિત અસલંકા (૦) પર ગયા. અંતિમ બે ઓવરમાં જ્યારે મેજબાન ટીમને ફક્ત ૯ રનની જરૂર હતી ત્યારે રિંકુએ ૩ રન આપી બે વિકેટ ઝડપી લીધી અને સૂર્યકુમારે ૫ રનમાં ૨ વિકેટ લીધી હતી. આમ શ્રીલંકાને આઠ વિકેટ પર ૧૩૭ રન થતા મેચ ટાઈ થઈ અને સુપરઓવરમાં ગઈ. ત્યારબાદ સુપર ઓવરમાં ભારતે મેચ જીતી લીધી.
ભારતે ત્રીજીવાર શ્રીલંકાને ત્રણ મેચોની ટી૨૦ ઈન્ટરનેશનલ સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું છે. આ સિરિઝ અગાઉ ૨૦૧૭ અને ૨૦૨૨માં પણ આવું બન્યું હતું. આ મેચમાં શ્રીલંકાની ૮ વિકેટ પડી. આ શ્રીલંકા વિરુદ્ધ ટી૨૦ ઈન્ટરનેશનલ મેચમાં કોઈ પણ ટીમના સ્પિનર્સ દ્વારા બીજુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. સાઉથ આફ્રીકાના સ્પિનર્સે ૨૦૨૧માં કોલંબોમાં રમાયેલી એક ટી૨૦ મેચમાં શ્રીલંકાના ૯ બેટ્સમેનને આઉટ કર્યા હતા.