ભારત-પાક મેચ જે પીચ પર રમાવાની છે તેની સામે અનેક સવાલ

ભારત અને પાકિસ્તાનની ટીમો ૯ જૂને T20 વર્લ્ડ કપમાં એકબીજાનો સામનો કરશે. બંને ટીમો વચ્ચેની મેચ ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે ૮ વાગ્યે શરૂ થશે. પરંતુ નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમની પિચ પર સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. આ પીચ પર ક્રિકેટના દિગ્ગજો સતત પોતપોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. જો કે ગઈકાલે દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા મેચમાં પીચનો સ્વભાવ જોવા મળ્યો હતો. વાસ્તવમાં, શ્રીલંકાના બેટ્સમેન દક્ષિણ આફ્રિકા સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા અને તેથી સૌથી ઓછા સ્કોર ૭૭ રનમાં ઓલ આઉટ થયા હતા. તો જવાબદમાં આફ્રિકન બેટરો પણ ૧૭મી ઓવરમાં જીત હાંસલ કરી હતી.

શ્રીલંકાના ૮ બેટ્સમેન બે આંકડાને પાર કરી શક્યા ન હતા. આ સિવાય પીચ પર જે રીતે બોલ આવી રહ્યો હતો તેનાથી બેટ્સમેનો સતત પરેશાન થઈ રહ્યા હતા. વાસ્તવમાં આ મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. બંને ટીમો ૯ જૂને સામસામે ટકરાશે. પરંતુ ગઈકાલે જે રીતે પિચ જોવા મળી તે બંને ટીમના બેટ્સમેન માટે સારા સંકેત નથી. એવું માનવામાં આવે છે કે, આ પીચ પર બેટ્સમેનોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો કે, એ જોવું રસપ્રદ રહેશે કે ન્યૂયોર્કની પીચ પર બેટ્સમેનોની મજા આવે છે કે પછી બોલરો તબાહી મચાવે છે?

ટી૨૦ વર્લ્ડ કપમાં રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ આયર્લેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને આયર્લેન્ડની ટીમો ૫ જૂને સામસામે ટકરાશે. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ૯ જૂને મેચ રમાશે. પાકિસ્તાન અને આયર્લેન્ડ ઉપરાંત ભારતીય ટીમ અમેરિકા અને કેનેડા સામે રમશે. ભારતીય ટીમ તેની પ્રથમ ત્રણ મેચ ન્યૂયોર્કના નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે.