નાગપુર,
આઇસીસી વિશ્ર્વ ટેસ્ટ ચેપિયનશિપ હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આમને સામને થવા જઇ રહી છે સીરીજની પહેલી મેચ નાગપુરમાં નવ ફેબ્રુઆરીએ યોજાનાર છે.જો કે આ વખતે પણ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો પોત પોતાના કેટલાક દિગ્ગજ ખેલાડીઓની વગર રમતી નજરે પડશે.જયાં એક બાજુ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીમ બુમરાહ પહેલી બે મેચ મિસ કરશે ત્યાં સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે કે મિચેલ સ્ટાર્ક પણ પહેલી મેચ રમશે નહીં જો કે સીરીજની પહેલી જ મેચમાં રવિચંદ્રન અશ્ર્વિનની નજર એક મોટો રેકોર્ડ તોડવા પર રહેશે આ રેકોર્ડ કોઇ અન્યનો નહીં પરંતુ ભારતના જ ફાસ્ટ બોલર જસપ્રીમ બુમરાહનો છે. આમ તો પહેલી બે ટેસ્ટમાં તો જસપ્રીમ બુમરાહ રમશે નહીં પરંતુ બની શકે છે કે ત્રીજી અને ચોથી ટેસ્ટમાં તેની વાપસી થાય જો કે વાત ત્યારે સામે આવશે જયારે બાકીની બે મેચો માટે પણ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવશે.
ડબ્લ્યુટીસીની વર્ષ ૨૦૨૧થી લઇ ૨૦૨૩ની સાઇકલમાં સૌથી વધુ વિકેટ તો આમ તો ઓસ્ટ્રેલિયાના જ નાથન લોયન માટે છે જયારે બીજા નંબર પર ઇગ્લેન્ડના જેમ્સ એડરનસન છે પરંતુ ટીમ ઇન્ડિયાના બોલરની વાત કરવામાં આવે તો અહીં પહેલા નંબર પર જસપ્રીત છે ઓવરઓલ યાદીમાં બુમરાહ આઠમા નંબર પર છે પરંતુ ગત કેટલાક સમયથી તેણે ટેસ્ટ રમી નથી બુમરાહે વિશ્ર્વ ટેસ્ટ ચેપિયનશિપ હેઠળ અત્યાર સુધી ૧૦ ટેસ્ટ મેચોમાં ૪૫ વિકેટ લેવાનું કામ કર્યું છે જયારે બીજા નંબર પર ટીમ ઇન્ડિયા તરફથી અશ્ર્વિન છે.અશ્ર્વિને નવ મેચોમાં ૩૬ શિકાર કર્યા છે એટલે કે બુમરાહની બરાબરી કરવા નવ અને તેનાથી આગળ વધવા ૧૦ વિકેટ જોઇએ આમ તો આ કામ અશ્ર્વિન એક જ મેચમાં કરી શકે છે પરંતુ જો એકમાં નહીં તો ઓછામાં ઓછા બે મેચોમાં તો કરી જ લેશે આમ પણ અશ્ર્વિનનો રેકોર્ડ પણ ઓસ્ટ્રેલિયાની વિરૂધ ખુબ સારો રહ્યો છે આવામાં તેના માટે આ કોઇ મોટી વાત નથી.
એ યાદ રહે કે આ મામલામાં મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ પણ વધુ પાછળ નથી શમીએ નવ મેચોમાં ૩૨ વિકેટ લીધી છે અને સિરાજના નામે ૧૦ મેચોમાં ૩૦ વિકેટ છે.જો આ બંન્ને પણ સારી બોલીંગ કરે તો તે પણ જસપ્રીતની બરાબરી કરી શકે છે પરંતુ માન વામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયા માટે સ્પિનર્સની મદદગાર પિચ બનાવાઇ રહી છે જેથી ઓસ્ટ્રેલિયાની પરીક્ષા થાય બીજા ત્રીજા અને ચોથા નંબરના બોલર તો આ સીરીજમાં રમી જ રહ્યાં છે.આવામાં ત્રણેય વચ્ચે પરસ્પર સ્પર્ધા થશે તે જોવા લાયક રહેશે આમ પણ ભારત માટે આ સીરીજ ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે સીરીજને જીતી ભારતીય ટીમ ડબ્લ્યુટીસીના ફાઇનલમાં એન્ટ્રી કરશે જયારે આઇસીસી ટેસ્ટ રેકિંગમાં પણ ટીમ ઇન્ડિયાની પાસે નંબર એકની ખુરશી પર કબજો જમાવવાની તક હશે..