ભારતથી યુએઈ પહોંચેલા લોકોને એરપોર્ટ પર રોક્યા,બેંક બેલેન્સ જોઈ પાછા કાઢ્યા

દુબઇ, જો તમે પણ પહેલીવાર યુએઈમાં રજાઓ ગાળવા જઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. અબુધાબી અથવા દુબઈ પહોંચતા પહેલા ખાતરી કરો કે, તમારા બેંક એકાઉન્ટ અથવા ક્રેડિટ કાર્ડનું મિનિમમ બેલેન્સ ૬૦ હજાર રૂપિયા છે અને તમારી પાસે રિટર્ન ટિકિટ પણ છે. જો આમ ન હોય તો તમારે યુએઈ એરપોર્ટથી જ ભારત પરત ફરવું પડી શકે છે. કારણ કે યુએઈએ હવે ટુરિસ્ટ વિઝાના દુરુપયોગને રોકવા માટે નિયમો કડક બનાવ્યા છે.એરપોર્ટ પર મુસાફરોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ બે શરતો પૂરી ન કરનારા ઘણા મુસાફરોને દુબઈ અને અબુ ધાબી એરપોર્ટ પરથી ભારત પરત મોકલી આપવામાં પણ આવ્યા છે.

સૂત્રએ એક રિપોર્ટમાં ત્યાંના સૂત્રોને ઉલ્લેખીને કહેવામાં આવ્યું છે કે, તામિલનાડુ અને કેરળના એરપોર્ટ પરથી લાઈટ લઈને યુએઈ જનારા આવા મુસાફરોની સઘન તપાસ કરવામાં આવી રહી છે, જેઓ પહેલીવાર યુએઈ આવ્યા છે. દુબઈ અને અબુધાબી એરપોર્ટ પર હવે ઘણી કડકાઈ દાખવવામાં આવી રહી છે. આ ઉપરાંત, આ બે શરતો પૂરી ન કરનારા ઘણા મુસાફરોને એરપોર્ટ પરથી જ ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે. હાલમાં મય પૂર્વમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે ભાડામાં પણ વધારો થઇ ગયો છે.

જ્યારે, એરલાઇન કંપનીઓએ પ્રવાસી વિઝા ધરાવતા ૨૦ થી ૩૫ વર્ષની વય વચ્ચે એકલા મુસાફરી કરતા મુસાફરોનું ચેકિંગ પણ કડક બનાવ્યું છે, જેથી કરીને તેમને દેશનિકાલ થવાથી બચાવી શકાય. જો કોઈ દેશ કોઈ મુસાફરને દેશનિકાલ કરે છે, તો તેને તેના મૂળ દેશમાં પરત લાવવાની જવાબદારી તેને લઈ જતી એરલાઈન્સની હોય છે. આ કારણોસર, તમિલનાડુ અને કેરળના એરપોર્ટ પર ચેક-ઈન કરવામાં વધુ સમય લાગી રહ્યો છે.

ટ્રાવેલ અને ટૂર ઓપરેટરોએ પણ પ્રવાસીઓને યુએઈ ઇમિગ્રેશન દ્વારા લાદવામાં આવેલી કડક્તાથી વાકેફ કરવાનું શરૂ કરી દીધું છે અને તમામ નિયમો અને શરતોને પૂર્ણ કર્યા પછી જ મુસાફરી કરવાની સલાહ આપી રહ્યા છે. ચેન્નાઈ મેટ્રો ટ્રાવેલ્સના બશીન અહેમદે કહ્યું,યુએઈએ કડક પગલાં એટલા માટે લીધા છે, કારણ કે કેટલાક લોકો પ્રવાસી વિઝાની આડમાં યુએઈમાં કામ કરવા જઈ રહ્યા છે. કેટલાક લોકો તેમની રિટર્ન ટિકિટ કેન્સલ કરી દે છે અને યુએઈમાં જ રોકાઈ જાય છે. હકીક્તમાં ફરવા આવનારા પ્રવાસીઓ, કુટુંબ અને જૂથ પ્રવાસીઓને કોઈ સમસ્યા નથી.’