![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2022/12/download-3-19-218x150-1.jpg)
- સમગ્ર ભારતમાં ૨૦૩૬થી ૨૦૬૫ની વચ્ચે લુ ૨૫ ગણુ વધારે વધુ સમય સુધી રહેવાની આશંકા છે.
તિરૂવનંતપુરમ,
ભારતમાં ગત કેટલાક દાયકામાં હજારો લોકોના મોત માટે જવાબદાર લુનો પ્રકોપ ચિંતાજનક ગતિથી વધી રહ્યો છે અને ભારત તાકિદે એવી ભીષણ ગરમ હવાઓનો સામનો કરનાર દુનિયાનો પહેલો દેશ હશે જે ઇસાનની સહનની સીમાથી બહાર હશે એક નવા રિપોર્ટમાં આ ચેતવણી આપવામાં આવી છે. વિશ્વ બેન્ક ની ભારતમાં શીતલન વિસ્તારમાં જળવાયુ રોકાણના અવસર શીર્ષક વાળા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશ અપેક્ષાકૃત વધુ ગરમીનો સામનો કરી રહ્યું છે જે તાદિકે શરૂ થઇ જાય છે અને અનેક વધુ સમય સુધી રહે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ ૨૦૨૨માં ભારત સમય કરતા પહેલા લુની ચપેટમાં આવી ગયું હતું જેથી સામાન્ય જનજીવન અટકી ગયું હતું અને રાજધાની નવીદિલ્હીમાં તો તાપમાન ૪૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું માર્ચ મહીનો તાપમાનમાં અપ્રત્યાશિત વધારાનું સાક્ષી બન્યુ હતું અને આ ઇતિહાસનો સૌથી ગરમ માર્ચ મહીનો બની રહ્યો હતો.
આ રિપોર્ટ તિરૂવનંતપુરમાં કેરલ સરકારની સાથે ભાગીદારીમાં વિશ્વ બેન્ક દ્વારા આયોજિત બે દિવસીય ભારત જળવાયુ અને વિકાસ ભાગીદારોની બેઠકમાં જારી કરવામાં આવ્યો હતો.રિપોર્ટમાં આશંકા વ્યકત કરવામાં આવી હતી કે ભારતમાં તાકિદે લુની તીવ્રતા તે સીમાને પાર કરી જશે જે ઇસાનને સહન કરવા યોગ્ય નહીં હોય તેમાં કહેવામાં આવ્યું છે કે ઓગષ્ટ ૨૦૨૧માં જળવાયુ પરિવ્રતન પર અંતર સરકારી પેનલના છઠ્ઠા આંકલન રિપોર્ટમાં ચેતવણી આપુવામાં આવી છે કે ભારતીય ઉપમહાદ્રીપમાં આવનારા દાયકામાં ભીષણ લુને કારણે વધુમાં વધુ મામલા સામે આવશે.
રિપોર્ટ અનુસાર જી ૨૦ કલાઇમેટ રિસ્ક એટલસે પણ ૨૦૨૧માં ચેતવણી આપી હતી કે જો કાર્બન ઉત્સર્જનનું સ્તર વધુ બની રહેશે તો સમગ્ર ભારતમાં ૨૦૩૬થી ૨૦૬૫ની વચ્ચે લુ ૨૫ ગણુ વધારે વધુ સમય સુધી રહેવાની આશંકા છે આ આકલન આઇપીસીસીના સૌથી ખરાબ ઉત્સર્જન પરિદ્શ્યને યાનમાં રાખી કરવામાં આવ્યું હતું.રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે ભારતમાં વધતી ગરમી આર્થિક ઉત્પાદકતામાં કમી લાવી શકે છે.તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતના ૭૫ ટકા કાર્યદળ એટલે લગભગ ૩૮ કરોડ લોકો એવા ક્ષેત્રોમાં કામ કરે છે જેમાં તેમણે ગરમ વાતાવરણમાં રહેવુ પડે છે.અનેકવાર તેમને જીવન માટે સંભવિત રીતે ખતનાક તાપમાનમાં કામ કરવું પડે છે ૨૦૩૦ સુધી ગરમીના તનાવથી સંબંધિત ઉત્પાદકતામાં ઘટાડાને કારણે વૈશ્વિક સ્તર પર જે આઠ કરોડ નોકરીઓ જવાનું અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે તેમાંથી ૩.૪ કરોડ નોકરીઓ ભારતમાં જશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ એશિયાઇ દેશોમાં ભારે શ્રમ પર ગરમીની સૌથી વધુ અસર ભારતમાં જોવામાં આવી છે જયાં વર્ષભરમાં ૧૦૧ અબજ કલાક ગરમીના કારણે બરબાદ થાય છે. વૈશ્વિક પ્રબંધન સલાહકાર ફર્મ મૈકિન્સે એન્ડ કંપની દ્વારા કરવામાં આવેલા અભ્યાસથી જાણવા મળે છે કે વધતી ગરમી અને બફારો થનારા શ્રમનું નુકસાન આ દાયકાના અંત સુધી ભારતના જીડીપીના ૪.૫ ટકા એટલે કે લગભગ ૧૫૦-૨૫૦ અબજ અમેરિકી ડોલર ખતરામાં હશે.