2007 પછી 17 વર્ષ બાદ ભારત T20 World Cup જીત્યું : વિરાટ કોહલીએ T-20માંથી નિવૃત્તિ લીધી.

T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ, જેમાં ટીમ ઈન્ડિયાની 13 વર્ષની ICC ટાઈટલ જીતવાની રાહનો અંત લાવ્યો છે અને વર્લ્ડ કપ 2024 પોતાના નામે કર્યો છે

T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છે. આ મેચ બારબાડોસમાં ઓવલા બ્રિજટાઉનના કેંસિંગ્ટનમાં રમાઈ. દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ વખત વિશ્વ કપ (T20 અને ODI)ની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ ભારતે આ કિતાબ પોતાના નામે કર્યો છે

જ્યારે ભારતીય ટીમે 2007માં T20 વર્લ્ડ કપ ઈતિહાસની પ્રથમ સિઝન જીતી હતી. ત્યારે મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન હતા. ત્યારથી ભારતીય ટીમ ખિતાબ માટે સંઘર્ષ કરતી જોવા મળી હતી. હવે રોહિતની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બનવાની તક ઝડપી લીધી છે.

વિરાટ કોહલીએ T-20માંથી નિવૃત્તિ લીધી

વિરાટ કોહલીએ T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં 76 રનની ઇનિંગ રમીને ભારતની જીતમાં હીરો જેવી ભૂમિકા ભજવી હતી. આ પહેલાં વર્લ્ડ કપની 7 મેચમાં તેનો કુલ સ્કોર 75 રન હતો. ફાઈનલમાં તેણે એકલાએ 76 રનની ઇનિંગ રમી હતી.

વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું- ‘આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ હતો અને અમે તેને જીતવા માગતા હતા. ભારત માટે આ મારી છેલ્લી T20 મેચ હતી. મને લાગે છે કે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે અને હવે સમય આવી ગયો છે કે નવી પેઢી આ વારસાને આગળ લઈ જાય. તે એક ખુલ્લું રહસ્ય હતું. રોહિતનો આ 9મો વર્લ્ડ કપ હતો, જ્યારે તે મારો છઠ્ઠો T20 વર્લ્ડ કપ હતો. હું છેલ્લી કેટલીક મેચમાં સારો દેખાવ કરી રહ્યો ન હતો. અત્યારે મારી અંદરની લાગણીઓ બહાર આવી શકશે નહીં.’