ભારત સરકારના વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય મહીસાગર જીલ્લાની મુલાકાતે

મહીસાગર, ભારત સરકારના વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય ભરતભાઈ બાબુભાઈ પટણી મહીસાગર જીલ્લાની મુલાકાતે આવ્યા હતા.લુણાવાડા વિશ્રામ ગૃહ ખાતે વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે ભરતભાઇ પટણી એ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિના વિકાસ અને કલ્યાણ માટે બોર્ડ બનાવ્યું છે તેના સભ્ય તરીકે આજે મહીસાગર જીલ્લાના પદાધિકારીઓ સાથે સંવાદ સાધી વેલફર બોર્ડની હાઉસની સ્કી, સ્કીલ ડેવલોપમેન્ટ, હુનર હાટ, જૂથ વીમા સહિતની જાતિ પ્રમાણપત્ર અંગેની મુશ્કેલીઓ તેમજ 06-06-2003 ના જીઆર મુજબ મફત પ્લોટ ફાળવણી, શિક્ષણ, સ્કોલરશીપ સહિતના મુદ્દાઓની ચર્ચા તેમજ ભારત સરકારની યોજના અંગે જાણકારી આપી છે.

આ બેઠકમાં જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા) ધ્વારા વિધાર્થીઓ/લાભાર્થીઓને ચૂકવેલ સહાયની વિગત ચર્ચા કરતા જણાવ્યું હતું કે, જીલ્લામાં વર્ષ.2023-24માં વિચરતી-વિમુક્ત જાતિના ધો.1 થી 10 પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ/ગણવેશ યોજનામાં કુલ 1859 વિધાર્થીઓને કુલ રૂ.31.55 લાખ શિષ્યવૃત્તિ/ગણવેશ સહાય ચુકવવામાં આવેલ છે. વિચરતી-વિમુક્ત જાતિના ધો.11-12 તથા ઉચ્ચ અભ્યાસ માટે કુલ 60 વિધાર્થીઓને રૂ. 20.16 લાખ શિષ્યવૃત્તિ મંજુર કરવામાં આવેલ, વિચરતી-વિમુક્ત જાતિના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અન્વયે પ્રથમ હપ્તા પેટે કુલ 78 લાભાર્થીઓને રૂ.31.20 લાખ, બીજા હપ્તા પેટે કુલ 193 લાભાર્થીઓને રૂ.115.22 લાખ અને ત્રીજા હપ્તા પેટે કુલ 111 લાભાર્થીઓને રૂ.21.90 લાખ આમ એકંદરે કુલ રૂ.168.32 લાખ સહાય ચુકવવામાં આવેલ છે.

વધુમાં જણાવ્યું હતું કે, કુંવરબાઈનું મામેરૂ યોજના અન્વયે કુલ 11 ક્ધયાઓને રૂ.13.20 લાખ સહાય ચુકવવામાં આવેલ છે, માનવ ગરિમા યોજના અન્વયે કુલ 55 લાભાર્થીઓનું ઓનલાઈન ડ્રો સિસ્ટમમાં પસંદગી થયેલ છે, વિચરતી-વિમુક્ત જાતિના કુલ 426 અરજદારોને જાતિ પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવેલ છે.

આ બેઠક વિચરતી અને વિમુક્ત જાતિ વેલ્ફર સંઘ પ્રદેશ અધ્યક્ષ દિલીપભાઈ, અધિક નિવાસી કલેકટર સી વી લટા, જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી ભાવેશ ગોંસાઈ ઉપસ્થિત રહ્યા હતા.