ભારત સામે વનડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાએ ટીમ જાહેર કરી, મેક્સવેલ સહિત ૩ ધૂરંધરો પરત ફર્યા

મુંબઇ,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં બોર્ડર ગાવાસ્કર ટ્રોફી ચાલી રહી છે. ટેસ્ટ સિરીઝની પ્રથમ બંને મેચો સમાપ્ત થઈ ચુકી છે અને આગામી ૧ માર્ચથી ત્રીજી ટેસ્ટ મેચની શરુઆત થનારી છે. ત્યાર બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝનો પ્રારંભ થનારો છે. આ માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ૧૬ સભ્યોની સ્ક્વોડનુ એલાન કર્યુ છે. દિલ્લી ટેસ્ટમાં ઈજાને લઈ અંતિમ બંને ટેસ્ટ માટેથી બહાર થયેલ ડેવિડ વોર્નર વનડે સિરીઝ માટે પરત ફર્યો છે. આ ઉપરાંત ગ્લેન મેક્સવેલનુ નામ સ્ક્વોડમાં સામેલ જોવા મળ્યુ છે. આમ સ્ટાર ખેલાડીઓ વનડે સિરીઝમાં જોવા મળશે.

મેક્સવેલ ઉપરાંત મિશેલ માર્શ અને ઝાઈ રિચર્ડસન ઈજાને લઈ ટીમથી બહાર હતા. હવે આ ત્રણેય ખેલાડીઓ ભારતીય સ્ક્વોડમાં સામેલ થયા છે અને તેઓ ભારત પ્રવાસે રહેલ ઓસ્ટ્રેલિયન ટીમ સાથે જોડાઈ જશે. ટેસ્ટ સિરીઝ બાદ ૩ મેચોની વનડે સિરીઝ ભારતમાં રમાનારી છે.

ઓસ્ટ્રેલિયન ટીમ

પેટ કમિન્સ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, મિશેલ માર્શ, ઝાઇ રિચાર્ડસન, સેન એબોટ, કેમેરોન ગ્રીન, એસ્ટન એગર, એલેક્સ કેરી, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિશ, મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્ટાર્ક, માર્ક્સ સ્ટોઇનિસ , એડમ જમ્પા.