ભારત સહિત દુનિયાભરના પુરુષોમાં પિતા બનવાની ઘટતી ક્ષમતા: રિપોર્ટ

નવીદિલ્હી ,

ભારત સહિત દુનિયાભરમાં વસ્તી વધી રહી છે. દુનિયાની વસ્તીએ ૮ અબજનો આંકડો પાર કર્યો છે અને ભારતની વસ્તી આવતા વર્ષે ચીન કરતા જ વધી જશે તેવા સમાચારો વચ્ચે એક નવી આશ્ચર્યજનક ખબર બહાર આવી છે કે ભારત સહિત દુનિયાભરમાં પુરુષોમાં પિતા બનવાની ક્ષમતા ઘટી રહી છે.

સંશોધકોના જણાવ્યા અનુસાર શુક્રાણુઓની સંખ્યામાં ઘટાડાથી કોઈપણ જૂની બીમારીના બહાર આવવા અને કેન્સરનો ડર રહે છે. ’હ્યુમન રિપ્રોડકશન અપડેટ પત્રિકામાં પ્રકાશિત અયયનમાં આ બાબત કહેવામાં આવી છે.

આ ઘટાડો પર્યાવરણ અને જીવનશૈલી સાથે સંલગ્ન વૈશ્વિક સંકટને દર્શાવે છે. તેમાં ૭ વર્ષ (૨૦૧૧-૨૦૧૮)ના આંકડાના ખાસ સંગ્રહ સામેલ છે અને એ ક્ષેત્રમાં પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા પર યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે, જેની અગાઉ કયારેય સમીક્ષા નહોતી કરવામાં આવી, જેમકે દક્ષિણ અમેરિકા, એશિયા અને આફ્રિકા, આ વિસ્તારોમાં રહેતા પુરુષોમાં કુલ શુક્રાણુની સંખ્યા (ટીએમસી) અને શુક્રાણુઓ એકાગ્રતામાં ઘટાડો જોવા મળ્યો હતો કે જે પહેલા ઉતર અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યો હતો. હિબ્રુ યુનિવસટીના પ્રોફેસર લેવિને જણાવ્યું હતું કે ભારત આ બૃહદ પ્રવૃતિનો ભાગ છે.

ભારતમાં સારા આંકડા ઉપલબ્ધ હોવાથી એમ કહી શકાય છે કે શુક્રાણુઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે, પણ આ દુનિયાભરમાં છે. અમે દુનિયાભરમાં છેલ્લા ૪૬ વર્ષમાં શુક્રાણુઓની સંખ્યામાં ૫૦ ટકાથી વધુ ઘટાડો જોઈ રહ્યા છીએ અને હાલના વર્ષોમાં આ ઘટાડો વધી ગયો છે.

પુરુષોની તબીયત પર પણ અસર : જીવનશૈલી અને પર્યાવરણમાં ફેરફારે શુક્રાણુના વિકાસ પર ખોટી અસર પાડી રહ્યા છે. અમેરિકાની ઈકાન સ્કુલ ઓફ મેડીસીનના પ્રોફેસર શાના સ્વાને જણાવ્યું હતું કે શુક્રાણુઓની સંખ્યામાં ઘટાડાથી માત્ર પુરુષોની પ્રજનન ક્ષમતા પર જ નહીં, બલકે તેના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થાય છે.

શુક્રાણુઓમાં ઘટાડાતા કારણો: શુક્રાણુઓમાં ઘટાડા માટે સ્થુળતામાં વધારો, ધુમ્રપાન, શરાબ સેવન, નશીલી દવાઓ, હોટ ટબમાં સ્નાન ડાયાબીટીશ વગેરે કારણો છે. આથી વધે છે સ્પર્મ કાઉન્ટ: કેળા, લસણ, મસૂર દાળ, બ્રોકલી, ગાજર, ડાર્ક ચોકલેટ, અશ્ર્વગંધા, શતાવટીનો સમાવેશ થાય છે.