યુક્રેનના આક્રમણ બાદ રશિયાના તેલની નિકાસ પર પ્રતિબંધો લાગુ છે, જો કે ભારતને તેની કોઈ અસર થઈ નથી. દરમિયાનમાં, ભારતની મુલાકાતે આવેલા અમેરિકી નાણામંત્રી જેનેટ યેલેને સ્પષ્ટ કર્યું છે કે ભારત રશિયા પાસેથી જેટલું ઇચ્છે તેટલું તેલ ખરીદી શકે છે. પ્રાઇસ કેપથી ઉપર, તે રશિયન તેલ ખરીદી શકે છે.
યેલેને કહ્યું હતું કે જો ભારત અને અન્ય દેશો રશિયા સાથે સોદાબાજીનો ફાયદો ઉઠાવે તો અમેરિકા ખુશ થશે. ચીન સિવાય ભારત રશિયાનો સૌથી મોટો તેલ ગ્રાહક છે. ય્-૭ દેશો ૫ ડિસેમ્બરથી રશિયન તેલની મહત્તમ કિંમત નક્કી કરવા જઈ રહ્યા છે. જો કે તેની અંતિમ વિગતો આવવાની બાકી છે. યેલેને વધુમાં કહ્યું હતું કે રશિયા તેલના ભાવની વાટાઘાટ કરી રહ્યું છે અને અમે ખુશ છીએ કે ભારત, આફ્રિકા કે ચીન સોદાબાજી દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે. યેલેને શુક્રવારે કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી જેટલું ઇચ્છે તેટલું તેલ ખરીદી શકે છે. તે ય્-૭ની પ્રાઇસ કેપ કરતાં પણ વધુ ભાવે તેલ ખરીદી શકે છે. પ્રાઇસ કેપથી વિશ્વમાં તેલના ભાવમાં ઘટાડો થશે, જ્યારે રશિયાની આવકમાં પણ ઘટાડો થશે. યેલેને સ્પષ્ટ કર્યું હતું કે જો ભારત વીમા અને અન્ય પશ્ચિમી નાણાકીય સેવાઓનો ઉપયોગ કરવા ઈચ્છે છે તો તેણે પ્રાઇસ કેપનું પાલન કરવું પડશે. આનાથી તેને વિશ્વ બજારમાં ડિસ્કાઉન્ટ મેળવવાની તક ઉપલબ્ધ થશે. અમે આશા રાખીએ છીએ કે ભારતને પ્રાઇસ કેપનો લાભ મળશે. અગાઉ જયશંકરે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રખાશે તેમ કહ્યું હતું.
અમેરિકાના નાણા મંત્રી યેલેનની આ ટિપ્પણી ભારતીય વિદેશમંત્રી જયશંકરના નિવેદન બાદ આવી છે. જયશંકરે ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેમનો દેશ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું ચાલુ રાખશે કારણ કે તેનાથી ભારતને ફાયદો થાય છે. જો કે નાણા અને ઉર્જા મંત્રાલયોએ હજુ સુધી યેલેનના નિવેદન પર કોઈ ટિપ્પણી કરી નથી, અન્ય અધિકારીઓએ કહ્યું હતું કે તેઓ પ્રાઇસ કેપ વિશે સાવચેત છે. ભારત પ્રાઇસ કેપને અનુસરશે તેવું લાગતું નથી. અમે અન્ય દેશોને પણ જણાવી દીધું છે.