ભારત પોતાની તમામ સેના ઇઝરાયેલથી લાવ્યું,અમે બતાવીશું વાસ્તવિક યુદ્ધ..’,પાકિસ્તાની સેનેટર

ઇસ્લામાબાદ, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ૨ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન કેટલાક દેશો ઈઝરાયેલને સમર્થન આપી રહ્યા છે તો કેટલાક પેલેસ્ટાઈનને સમર્થન આપી રહ્યા છે.

આ દરમિયાન પાકિસ્તાનમાં એક ટીવી શો દરમિયાન પાકિસ્તાની સેનેટર ફૈઝલ રઝા આબિદીએ ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું હતું કે તેઓ ભારતીયોના લોહીથી પેલેસ્ટાઈનની ભૂમિને સાફ અને શુદ્ધ કરશે.

પાકિસ્તાની સેનેટર ફૈઝલ રઝા આબિદીએ ઈઝરાયેલ-હમાસ યુદ્ધની ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના એક નિવેદનમાં રફાહ બોર્ડર ન ખોલવાનો ઉલ્લેખ કર્યો હતો. હું હવે કહું છું કે રાફા બોર્ડર ખોલવી જોઈએ નહીં. પેલેસ્ટાઈન આ માટે ઘણા દેશોને વિનંતી કરી રહ્યું હતું પરંતુ ઈજિપ્ત એક મુસ્લિમ દેશ હોવાના કારણે આ કામ પહેલા જ કરવું જોઈતું હતું. જો તેણે રફાહ બોર્ડર પોતે જ ખોલી હોત તો સારું થાત. જોકે, હવે હિઝબુલ્લાહ પેલેસ્ટાઈન માટે ઉભો થયો છે જે યોગ્ય છે.

ફૈઝલ રઝા આબિદીએ કહ્યું હતું કે અગાઉ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધમાં નરસંહાર હતો પરંતુ હવે હું વિશ્ર્વના તમામ દેશોને પડકાર આપું છું કે જેઓ ઇઝરાયેલની સાથે ઉભા છે. અમેરિકા હોય કે ભારત. હું તેમને પડકાર આપું છું કે તેઓ તેમની આખી સેનાને ઈઝરાયેલ લઈ આવે. આ પછી આપણે મુસ્લિમોને બતાવીશું કે વાસ્તવિક યુદ્ધ શું છે? અમે પેલેસ્ટાઈનની ભૂમિને અમેરિકન અને ભારતીય સૈનિકોના લોહીથી સાફ અને શુદ્ધ કરીશું. આ નિવેદન સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ (અગાઉ ટ્વિટર) પર હેન્ડલ સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે. જોકે, સંદેશ આ વાતની પુષ્ટિ કરતું નથી.

પાકિસ્તાન ઈઝરાયલને દેશ માનતું નથી તેથી તે ઈઝરાયેલને સમર્થન નથી આપી રહ્યું. આ જ કારણથી ત્યાંના (પાકિસ્તાન) નેતાઓ ઈઝરાયેલ વિરુદ્ધ નિવેદનો આપતા જોવા મળે છે. આ દરમિયાન ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને ફૈઝલ રઝા આબિદીએ આપેલા નિવેદનમાં બે દેશોનો કોઈ કાયદો નહીં હોય. મુસ્લિમો સિવાય ત્યાં કોઈ નહીં રહે. અમે યુદ્ધમાં ઇઝરાયલ સહિત તેમને ટેકો આપતા દરેક દેશના સૈનિકોને મારી નાખીશું.