ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ માટે અમદાવાદની હોટલો પેક, રૂમ ભાડામાં વધારા

અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી તા. 14 ઓક્ટોમ્બરનાં રોજ ભારત-પાક વચ્ચે મહત્વપૂર્ણ મેચ રમાવાની છે. ત્યારે ભારત-પાકિસ્તાન ક્રિક્રેટ મેચને કારણે અમદાવાદ શહેરમાં હોટલ બુકિગમાં ભાવ વધારો થયો છે.  તેમજ મેચનાં કારણે હોટલો બુક થઈ ગઈ છે.  ક્રિકેટ મેચને લઈને હોટલોનાં ભાવમાં ધરખમ વધારો જોવા મળે છે. સ્ટેડિયમ અને તેની આસપાસ છેક ગાંધીનગર સુધીની હોટલો બુકિંગ ફૂલ થેમજ ભાવમાં ત્રીસથી પચાસ ગણો વધારો જોવા મળે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુ આવેલી અનેક હોટલો ફૂલ છે. 2000 થી 4000 વાળી હોટલ રૂમનો ભાવ મીનીમમ દસ થી બાર હજાર જેટલો ભાવ વધારો જોવા મળે છે. હોટલ હયાત, ITC નર્મદા વગેરે હોટલનાં ભાડામાં અધધ વધારો જોવા મળી રહ્યો છે. 

14 ઓક્ટોમ્બરનાં રોજ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર ભારત-પાકિસ્તાન મેચ યોજાવાની છે. ક્રિકેટરસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે બપોરે 12 વાગ્યા 14 હજાર જેટલી ટિકિટોનું વેચાણ BCCI  દ્વારા ઓનલાઈન કરવામાં આવ્યું હતું. આજે રવિવાર હોઈ સવારથી જ ક્રિકેટ  પ્રેમીઓ ટિકિટ બુક કરવા લાગી ગયા હતા. 

ક્રિકેટ મેચની શરૂઆત થતાં જ અમદાવાદ એરપોર્ટ પર સામાન્ય દિવસો કરતા ચાર્ટર્ડ પ્લેનોના મૂવમેન્ટમાં પણ વધારો થયો છે. ક્રિકેટના મહાસંગ્રામની શરૂઆત થતાં જ હાલના દિવસોમાં એરપોર્ટ પર રોજની 20થી વધુ ચાર્ટર્ડ પ્લેનની અવરજવર જોવા મળી રહી છે. 14 ઓક્ટોમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાવા જઇ રહી છે, ત્યારે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા જ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીએ ચાર્જ વધાર્યા છે.

જેમાં મેચમાં આવતા ચાર્ટર્ડ પ્લેનના વિવિધ ચાર્જિંસ બે લાખને પાર પહોંચ્યા છે. મેચને લઇ એરપોર્ટ પર સેલેબ મૂવમેન્ટ વધવાને લઇ ચાર્જ વધારાયા છે. પેસેન્જરોએ તો પહેલાથી જ ટિકિટ બુક કરાવી દીધી છે, એવામાં છેલ્લી ઘડીએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીએ ચાર્જ વધારતા ચાર્ટડ પ્લેન ઓપરેટરોએ પૈસા ચૂકવવા પડશે. એરપોર્ટ ઓથોરિટીની કમાઇ લેવાની લ્હાયમાં ચાર્ટર્ડ ઓપરેટરો ફસાયા છે. 

અમદાવાદ એરપોર્ટથી VVIPને એસ્કોર્ટ ફેસલિટી ફ્રીમાં નહી મળે, એસ્કોર્ટીંગ માટે 50 હજારની ફી વસુલવામાં આવશે. જનરલ એવીએશનના ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પેસેન્જરની સંખ્યા ઘટાડીને લેવાતા ચાર્જમાં વધારો કરાયો છે. 8 પેસેન્જરના વસુલાતા ચાર્જની સામે સંખ્યા 6 કરી અગાઉના ચાર્જ કરતા ચાર્જ વધુ કરાયો છે.

VIP લાઉન્જ એક્સેસના ભાવમાં પણ 1 હજારનો વધારો કરાયો છે. પેસેન્જરના નામમા ફેરફાર કે એરક્રાફ્ટ કેન્સલેશનમાં પણ ચાર્જ વસુલાશે. દુબઇથી ચાર્ટર્ડ પ્લેનમાં આવતા લોકોના ચાર્જીસમાં પણ વધારો થયો છે. 15 પેસેન્જરની સામે 2.65 લાખનો ચાર્જ વસુલવામાં આવશે. એક પેસેન્જર દીઠ 17 હજારથી વધુનો ચાર્જ અને GST અલગથી વસુલાશે. પેસેન્જરોએ અગાઉથી બુકિંગ કરી દીધું હોવાથી ચાર્ટર્ડ પ્લેન ઓપરેટર્સ પેસેન્જરો પાસે વધુ ચાર્જ નહીં લઇ શકે. જેના કારણે ભારત પાકિસ્તાન મેચ પહેલા ચાર્ટર્ડ વિમાન ઓપરેટરોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.