પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ના વડા ઝકા અશરફે બીસીસીઆઇ સમક્ષ ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનો પ્રસ્તાવ મૂક્યો છે. ઝકા અશરફે કહ્યું હતું કે, એશિઝની જેમ આ શ્રેણી પણ દર વર્ષે રમાવી જાઈએ. પીસીબી ચીફે કહ્યું કે મેં બીસીસીઆઈને એશિઝની જેમ વાર્ષિક ગાંધી-જિન્નાહ ટ્રોફી રમવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ શ્રેણીથી ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ એકબીજાના પ્રવાસે જઈ શકશે.
૨૦૧૪થી કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૦૧૪થી કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. બંને ટીમો માત્ર આઇસીસી ઈવેન્ટ્સમાં જ એકબીજાનો સામનો કરે છે. તાજેતરમાં એશિયા કપમાં બંને ટીમો એકબીજા સામે રમી હતી. ટૂર્નામેન્ટમાં બે મેચ રમાઈ હતી જેમાં એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી.
જ્યારે ટીમ ઈન્ડયાએ બીજી મેચ સરળતાથી જીતી લીધી હતી. ભારતને દુશ્મન દેશ કહેવામાં આવતું હતું આ એ જ ઝકા અશરફ છે જે થોડા દિવસો પહેલા ભારતને દુશ્મન દેશ ગણાવતો હતો અને આજે તે ભારત સાથે દ્વિપક્ષીય શ્રેણી યોજવા અંગે તલપાપડ થયો છે. તેમણે કહ્યું હતું કે વધુ પૈસાથી ટીમને દુશ્મન દેશમાં વર્લ્ડ કપ રમવાની હિંમત મળશે. તેમના નિવેદન પર વિવાદ થયો હતો. બાદમાં તેણે ખુલાસો કર્યો હતો. ઝકા અશરફે બાદમાં કહ્યું હતું કે હૈદરાબાદમાં પાકિસ્તાન ટીમનું શાનદાર સ્વાગત થયું, આ માટે આભાર.
પીસીબીએ સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષનું માનવું છે કે ભારત હંમેશા પાકિસ્તાન કરતા વિશ્વને વધુ આકર્ષે છે, તેથી જ ક્રિકેટ જગતમાં હંમેશા ભારતમાં યોજાતી સીરિઝ અને મોટી ટુર્નામેન્ટની ફેન્સ અને ખેલાડીઓ રાહ જાતાં હોય છે.
પાકિસ્તાનની ટીમ ભારતમાં હાલ પાકિસ્તાનની ટીમ વનડે વર્લ્ડ કપ ૨૦૨૩માં રમવા માટે ભારતમાં છે. હૈદરાબાદની હોટલમાં પાકિસ્તાનની ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા અને પ્રશંસા થઈ રહી છે. પાકિસ્તાનના અનેક ખેલાડીઓએ પણ ભારતમાં પાકિસ્તાનની ખેલાડીઓના સ્વાગતની પ્રશંસા કરી છે.