ન્યુયોર્ક, ભારત અને પાકિસ્તાનની મેચ દુનિયામાં સૌથી વધારે જોવાતા સ્પોર્ટ્સમાંથી એક છે. તેના માટે લોકો આતુરતાથી રાહ જોતા હોય છે અને આ હાઈટેન્શન મેચને જોવા માટે લોકોએ હોટલ બુક કરાવવાની શરૂ કરી દીધી છે. ૯ જૂને ન્યૂયોર્કમાં થવા જઈ રહેલી મેચની અસર શહેરની હોટલ પર જોવા મળી રહી છે. આ દિવસે એટલું વધારે બુકિંગ થઈ રહ્યું છે કે ભાડુ આસમાને છે.
ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં જ્યારે ભારત-પાકિસ્તાનની મેચ ઓસ્ટ્રેલિયાના એમસીજીમાં હતી ત્યારે ૯૦ હજાર લોકોએ સ્ટેડિયમથી લાઈવ મેચ જોઈ હતી. આ અનાઉન્સમેન્ટમાં ભારતીય ટીમની તરફથી વિરાટ કોહલીએ પાકિસ્તાનના મોંઢામાંથી જીતનો કોળીઓ ખેંચી લીધો હતો. એક વખત ફરી શ્ર્વાસ રોકી દે તેવી મેચ યોજાય તેવી આશા ભારત અને પાકિસ્તાન સહિત અન્ય ક્રિકેટ ફેંસ કરી રહ્યા છે અને ફેંસે ન્યૂયોર્કમાં હોટલનું બુકિંગ શરૂ કરી દીધું છે. તેનાથી શહેરમાં હોટલ માટે ભાડુ સાત ગણુ વધી ગયું છે. ટૂર્નામેન્ટના ઓપનિંગ મેચના દિવસે હોટલનું ભાડુ ૧૦ હજાર રૂપિયા છે જ્યારે ભારત પાકિસ્તાન મેચ વખતે ૭૦ હજાર રૂપિયા સુધી પૈસા આપવા પડી રહ્યા છે.