ભારતનો સ્વાતંત્ર્ય દિન અમેરિકામાં રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવાશે!

ભારતના સ્વાતંત્ર્ય દિન પર્વને અમેરિકાનાં પણ રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવવાની તૈયારી થઈ રહી છે.આ અંગેના પ્રસ્તાવને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ્સમાં સાંસદ થાનેદાર તરફથી રજુ કરવામાં આવ્યો છે. જેને સાંસદ બડી કાર્ટર અને બ્રેડ શર્મન તરફથી પણ પ્રાયોજીત કરવામાં આવ્યો છે. આ અંગેની વિગત મુજબ ભારતના સ્વાતંત્ર્ય દિન પર્વની અમેરિકામાં પણ રાષ્ટ્રીય દિવસના ઉત્સવ તરીકે ઉજવવામાં આવી શકે છે.

સાંસદ થાનેદારનાં નેતૃત્વમાં ભારતીય અમેરીકી સાંસદોના એક દળે અમેરીકી સંસદનાં નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેન્ઝેન્ટેટીવમાં પ્રસ્તાવ રાખ્યો છે. જે અંતર્ગત ભારતનાં સ્વતંત્રતા દિવસને દુનિયાની બે સૌથી મોટી લોકશાહીનાં રાષ્ટ્રીય દિવસને ઉત્સવ તરીકે જાહેર કરવાનો આગ્રહ કરાયો છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા અને ભારત વચ્ચે મજબૂત ભાગીદારી, જેના મૂળીયા બન્ને દેશોનાં સંયુકત લોકશાહી મુલ્યો પર આધારીત છે. તે વૈશ્વીક લોકશાહી અને શાંતિ, સ્થાયિત્વ અને સમૃદ્ધિ વધારવા માટે સાથે કામ કરતાં રહેશે.

પ્રસ્તાવમાં કહેવામાં આવ્યુ છે કે વડાપ્રધાન મોદી 22 જૂને અમેરિકાની અધિકૃત યાત્રાને આવ્યા હતા. તેમણે બન્ને દેશોના સમાન હિતો અને સ્વતંત્રતા, લોકશાહી, બહુલતા વાદ, કાયદાનું શાસન, માનવ અધિકારનું સન્માન પ્રત્યે સંયુકત જવાબદારીનાં આધાર પર વિશ્ર્વાસ અને પરસ્પર સમાજને એક નવા સ્તર પર સ્થાપિત કરશે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે ભારતનાં સ્વતંત્રતા દિવસના પર્વને અમેરિકામાં રહેતા ભારતીયો સાથે ઉજવવો જરૂરી છે અને મહત્વનું પણ છે.