
લંડન, લંડનમાં હાલમાં ચાલી રહેલી ટેનિસ ગ્રાન્ડ સ્લેમ પ્રતિયોગિતા વિમ્બલ્ડનમાં ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી રોહન બોપન્નો ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
રોહન બોપન્નાએ પોતાના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મૈથ્યૂ એબડેન સાથે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર જીત મેળવી હતી. પૂરૂષ એકલ વર્ગમાં સર્બિયાના નોવાક જોકોવિચે તેની ક્વાર્ટર ફાઇનલ મેચ જીતી હતી. તેણે ક્વાર્ટર ફાઇનલમાં રશિયાના આન્ડ્રે રૂબલેવને માત આપી હતી.
ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મૈથ્યૂ એબડેનની જોડી વિમ્બલ્ડનમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જીતી હતી. તેમણે પ્રી કવાર્ટર ફાઇનલ મેચમાં રીજ સ્ટૈલ્ડર અને ડેવિડ પેલની જોડીને માત આપી હતી. વિમ્બલ્ડનમાં રોહન બોપન્ના શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
બોપન્ના-એબડેનની જોડીએ બે કલાક, ૧૯ મિનિટ લાંબી મેચમા અમેરિકાના સ્ટૈલ્ડર અને નેધરલેન્ડના પેલની જોડીને ૭-૫, ૪-૬, ૭-૬ (૧૦-૫) થી માત આપી હતી. બોપન્ના અને એબડેનની આગામી મેચ ક્વાર્ટર ફાઇનલ સ્ટેજમાં નેધરલેન્ડની જોડી ટાલોન ગ્રિક્સપુર અને બાર્ટ સ્ટીવન્સની જોડી સામે થશે.
સર્બિયાનો ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ વિમ્બલ્ડનમાં સેમિફાઇનલમાં પહોંચ્યો હતો. તેણે ક્વાર્ટર ફાઇનલમાં ચાર સેટમાં રશિયાના ટેનિસ ખેલાડી રૂબલેવને ૪-૬ ૬-૧ ૬-૪ ૬-૩ થી માત આપી હતી. નોવાક જોકોવિચ પ્રથમ સેટ હારી ગયો હતો પણ તે બાદ તેણે શાનદાર રમત દેખાડી સતત ત્રણ સેટ જીતીને કવાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. નોવાક જોકોવિચનો સેમિફાઇનલમાં ઇટાલીના યાનિક સિનર સામે મુકાબલો થશે. સિનરે તેની કવાર્ટર ફાઇનલ મેચ ૬-૪ ૩-૬ ૬-૨ ૬-૨ થી જીતી હતી.
જોકોવિચે સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની સાથે રોજર ફેડરરના રેકોર્ડની બરાબરી કરી હતી. નોવાક જોકોવિચ રેકોર્ડ ૪૬મી ગ્રાન્ડ સ્લેમ સેમિફાઇનલમાં પહોંચ્યો હતો. આ સાથે તેણે ફેડરરની બરાબરી કરી હતી.