ભારતનું ગરીબીનું સ્તર ૫ ટકાથી નીચે આવી ગયું છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લોકો વધુ સમૃદ્ધ

નવીદિલ્હી,દેશમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે આ માહિતી નીતિ આયોગના રિપોર્ટમાંથી જાણવા મળી છે. નીતિ આયોગના સીઈઓ બી.વી.આર. સુબ્રમણ્યમે જણાવ્યું કે ઘરગથ્થુ ઉપભોક્તા ખર્ચ સર્વેક્ષણમાં મુજબ ભારતનું ગરીબીનું સ્તર ૫ ટકાથી નીચે આવી ગયું છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લોકો વધુ સમૃદ્ધ બની રહ્યા છે. એનએસએસઓ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, ૨૦૧૧-૧૨ની સરખામણીમાં ૨૦૨૨-૨૩માં માથાદીઠ માસિક ઘરગથ્થુ ખર્ચ બમણાથી વધુ થવાનો છે, જે દેશમાં સમૃદ્ધિના વધતા સ્તરને દર્શાવે છે.

નીતિ આયોગના સીઈઓએ જણાવ્યું હતું કે ગ્રાહક ખર્ચ સર્વેક્ષણ પણ સરકાર દ્વારા લેવામાં આવેલા ગરીબી નાબૂદીના પગલાંની સફળતા દર્શાવે છે. તેમણે કહ્યું કે આ સર્વેક્ષણમાં વસ્તીને ૨૦ વિવિધ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવી છે. તમામ શ્રેણીઓ માટે સરેરાશ માથાદીઠ માસિક ખર્ચ ગ્રામીણ વિસ્તારોમાં રૂપિયા ૩૭૭૩ અને શહેરી વિસ્તારોમાં રૂપિયા ૬૪૫૯ છે. ૦-૫ ટકા વર્ગનો માથાદીઠ માસિક ખર્ચ ગ્રામીણ વિસ્તારોમાં રૂપિયા ૧૩૭૩ અને શહેરી વિસ્તારોમાં રૂપિયા ૨૦૦૧ હોવાનો અંદાજ હોવાનો જણાય છે.

તેમણે વધુ જણાવતા કહ્યું કે, જો આપણે ગરીબી રેખાને લઈને અને તેને કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ) સાથે આજના દર સુધી લઈ જઈએ તો જોવા મળશે કે નીચલા ૦-૫ ટકા શ્રેણીના લોકોનો સરેરાશ વપરાશ લગભગ સમાન છે. તેનો અર્થ થાય છે કે દેશમાં ગરીબી માત્ર ૦-૫ ટકા જૂથમાં જ છે, આ મારું મૂલ્યાંકન છે. પરંતુ અર્થશાીઓ તેનું વિશ્લેષણ કરશે અને સાચા આંકડાઓ બહાર લાવશે. નીતિ આયોગના સીઈઓ સુબ્રમણ્યમે કહ્યું કે આ ડેટા દર્શાવે છે કે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ઉપભોગ લગભગ ૨.૫ ગણો વયો છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ વપરાશ વધુ ઝડપથી વધી રહ્યો છે. જે બે પ્રદેશો (ગ્રામીણ અને શહેર) વચ્ચેની અસમાનતાને ઘટાડે છે. ઉપરાંત, સર્વેક્ષણમાં સરકારી કલ્યાણ યોજનાઓના લાભોને પણ યાનમાં લેવામાં આવે છે, જેણે ગરીબ પરિવારોના વપરાશમાં ફાળો આપ્યો છે જેમણે તેમના બાળકો માટે મફત અનાજ, સાયકલ અને શાળાનો ગણવેશ વગેરે મેળવ્યા છે.

સર્વે દર્શાવે છે કે ૨૦૧૧-૧૨માં આ તફાવત ૮૪ ટકાનો હતો અને ૨૦૨૨-૨૩માં ઘટીને ૭૧ ટકા થયો છે. આ તફાવત ૨૦૦૪-૦૫માં ૯૧ ટકાની ટોચે જોવા મળ્યો હતો. એનએસએસઓ સર્વેક્ષણ દેશમાં ગ્રામીણ અને શહેરી પરિવારોના કુલ ખર્ચમાં અનાજ અને ખાદ્ય વપરાશના હિસ્સામાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. તેનો અર્થ છે કે તેઓ ખોરાક સિવાય અન્ય વસ્તુઓ પર વધારાની આવક ખર્ચી રહ્યા છે.