ભારતની બેંકિંગ સિસ્ટમને વિશ્વમાં એક મજબૂત અને ટકાઉ બેંકિંગ સિસ્ટમ તરીકે જોવામાં આવે છે,વડાપ્રધાન

  • વડાપ્રધાન મોદીની આરબીઆઇને ૯૦ વર્ષ થવા પર મોટી ભેટ, લોન્ચ કર્યો ૯૦ રૂપિયાનો સિક્કો

નવીદિલ્હી,વડાપ્રધાન મોદીએ ૯૦ રૂપિયાનો સિક્કો પ્રથમ વખત જાહેર કર્યો છે. આ સિક્કાની ખાસિયત એ છે કે તેને શુદ્ધ ચાંદીથી બનાવવામાં આવ્યો છે. ત્યારે તે સિવાય તેમાં ૪૦ ગ્રામ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૯૦ રૂપિયાના ચાંદીના સિક્કાની એકબાજુ બેન્કનો લોગો છે અને બીજી તરફ મુલ્યવર્ગ ૯૦ રૂપિયા લખ્યું છે.

બેક્ધિંગ રેગ્યુલેટર આરબીઆઈ આજે ૯૦ વર્ષનું થઈ ગયુ છે. રિઝર્વ બેન્કના ૯૦ વર્ષ પુરા થવા પર વડાપ્રધાન મોદીએ ૯૦ રૂપિયાનો સિક્કો પ્રથમ વખત જાહેર કર્યો છે. આ સિક્કાની ખાસિયત એ છે કે તેને શુદ્ધ ચાંદીથી બનાવવામાં આવ્યો છે. ત્યારે તે સિવાય તેમાં ૪૦ ગ્રામ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૯૦ રૂપિયાના ચાંદીના સિક્કાની એકબાજુ બેક્ધનો લોગો છે અને બીજી તરફ મુલ્યવર્ગ ૯૦ રૂપિયા લખ્યું છે. સાથે જ તેની ઉપર હિન્દી અને અંગ્રેજીમાં ભારત અને ભારતીય રિઝર્વ બેન્ક લખ્યુ છે. લોગોની નીચે આરબીઆઈ જ્ર ૯૦ લખ્યું છે.

ભારત સરકારની ટંકશાળમાં બનેલા આ ૯૦ રૂપિયાના સિક્કાનું વજન ૪૦ ગ્રામ હશે, જે ૯૯.૯ ટકા શુદ્ધ ચાંદીથી બન્યો છે. જણાવી દઈએ કે આ પહેલા પણ ૧૯૮૫માં રિઝર્વ બેન્કની સુવર્ણ જયંતી પર તથા ૨૦૧૦માં રિઝર્વ બેન્કની પ્લેટિનમ જ્યુબલી પર સ્મારક સિક્કા જાહેર થઈ ચૂક્યા છે. આ ૯૦ રૂપિયાનો સિક્કો લોન્ચ થયા બાદ તેને વધારે પ્રિમિયમ પર વેચવામાં આવશે. રિપોર્ટસ મુજબ આ સિક્કાની આશરે કિંમત ૫૨૦૦થી ૫૫૦૦ રૂપિયાની આસપાસ હોવાની સંભાવના છે. આ સિક્કાને લઈ દેશભરમાં બેન્ક કર્મીઓ સહિત સિક્કાના સંગ્રહર્ક્તાઓમાં ખુબ જ ઉત્સાહ છે. ૧૯ માર્ચ ૨૦૨૪એ ભારત સરકારના નાણા મંત્રાલયના આર્થિક કાર્ય વિભાગે આ સિક્કાને જાહેર કરવા માટે ગેજેટ નોટિફિકેશન પણ જાહેર કર્યુ હતું.

વડાપ્રધાન મોદીએ આરબીઆઈના ૯૦ વર્ષના કામકાજ વિશે વાત કરતા કહ્યું કે આરબીઆઈની ભૂમિકા દેશની બેન્કિંગ સિસ્ટમને મજબૂત બનાવી રાખવા માટે ખુબ જ મહત્વની અને મોટી રહી છે. આરબીઆઈ જે પણ કાર્ય કરે છે, તેનાથી દેશના સામાન્ય લોકોના નાણાને સીધી અસર થાય છે. આરબીઆઇએ નીચલા સ્તર પર રહેલા લોકોને નાણાકીય સમાવેશના લાભો પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

તેમણે કહ્યું કે ૨૦૧૪માં જ્યારે મેં આરબીઆઇના ૮૦ વર્ષ પૂરા થવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો, ત્યારે સ્થિતિ ઘણી અલગ હતી. ભારતનું સમગ્ર બેંકિંગ ક્ષેત્ર સમસ્યાઓ અને પડકારોનો સામનો કરી રહ્યું હતું. ભારતની બેંકિંગ સિસ્ટમની સ્થિરતા અને ભવિષ્ય વિશે દરેકને શંકા હતી.

પીએમના જણાવ્યા અનુસાર, સ્થિતિ એટલી ખરાબ હતી કે જાહેર ક્ષેત્રની બેંકો દેશની આર્થિક પ્રગતિને પૂરતા પ્રમાણમાં પ્રોત્સાહન આપી શક્તી ન હતી. અને આજે, ભારતની બેંકિંગ સિસ્ટમને વિશ્વમાં એક મજબૂત અને ટકાઉ બેંકિંગ સિસ્ટમ તરીકે જોવામાં આવે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ૯૦ વર્ષ પૂરા થવાના અવસરે આયોજિત એક કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું, ’અમારી સરકારે માન્યતા, રિઝોલ્યુશન અને રિકેપિટલાઇઝેશનની વ્યૂહરચના પર કામ કર્યું. જાહેર ક્ષેત્રની બેંકોની સ્થિતિ સુધારવા માટે સરકારે રૂ. ૩.૫ લાખ કરોડનું મૂડી રોકાણ કર્યું અને ગવર્નન્સ રિફોર્મ્સ હાથ ધર્યા. લગભગ રૂ. ૩.૨૫ લાખ કરોડની લોન ઇન્સોલ્વન્સી એન્ડ બેક્ધરપ્સી કોડની નવી સિસ્ટમ દ્વારા ઉકેલવામાં આવી હતી.

ઇવેન્ટ દરમિયાન, આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “સંસ્થા તરીકે આરબીઆઇનો વિકાસ ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. કેન્દ્રીય બેંક હોવાને કારણે, આરબીઆઇએ બજાર અને અર્થવ્યવસ્થા માટે સક્ષમ તરીકે કામ કર્યું છે.

આરબીઆઇ ગવર્નરે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં નાદારી અને નાદારી કોડના અમલ અને લવચીક ફુગાવાના લક્ષ્યાંકને અપનાવવા જેવા સુધારાએ અમને બેંકિંગ સિસ્ટમના પડકારોનો સામનો કરવામાં અને ભાવ સ્થિરતા વધુ અસરકારક રીતે જાળવવામાં મદદ કરી છે. આજના વિશ્વમાં ઝડપથી થઈ રહેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને… રિઝર્વ બેંક સતત ઉભરતા પ્રવાહોનું મૂલ્યાંકન કરી રહી છે અને બદલાતા સમય સાથે તાલમેલ રાખવા માટે જરૂરી નીતિગત પગલાં લઈ રહી છે.