
ભારતના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે દેશનાં ન્યાયતંત્રમાં બંધારણીય નૈતિક્તાને લાગુ કરવા પર ભાર મૂક્યો હતો.
તેમણે કહ્યું હતું કે દેશમાં વિવિધતા, સમાવેશિતા અને સહિષ્ણુતા સુનિશ્ર્ચિત કરવા માટે દેશની અદાલતોએ પ્રતિબદ્ધતા દર્શાવવાની છે. રાષટીય ન્યાયિક અકાદમીના પૂર્વ ક્ષેત્રનાં સંમેલનમાં સીજેઆઇએ ન્યાય આપવા માટે સાધવામાં આવેલી ટેક્નિકલ પ્રગતિનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે બંધારણની નૈતિક્તાના સંદર્ભમાં જણાવ્યું હતું કે, બંધારણના પ્રસ્તાવિત મૂલ્યોને હાંસલ કરવા માટે બંધારણની નૈતિક્તા રાજ્યો માટે અવરોધક પરિબળ બની રહ્યું છે. દેશનાં ફેડરલ માળખા પર ભાર મૂક્તા તેમણે કહ્યું કે આપણો દેશ અનેકવિધ વિવિધતાથી સભર છે. આવા સંજોગોમાં ભારતની વિવિધતાના રક્ષણ માટે ન્યાયાધીશોએ મહત્ત્વની ભૂમિકા નિભાવવાની છે.
સીજેઆઈએ કહ્યું કે લોકો જ્યારે કોર્ટોને ન્યાયનું મંદિર કહે છે ત્યારે હું ચૂપ થઈ જાઉં છું. કારણ કે તેનો મતલબ એવો થાય કે ન્યાયાધીશો દેવતા છે. સીજેઆઈએ કહ્યું કે સ્વતંત્રતા પછી સુપ્રીમ કોર્ટ દ્વારા બંધારણમાં માન્ય કરવામાં આવેલી ભાષામાં ૩૭,૦૦૦ જેટલા ચુકાદાનો અંગ્રેજીમાંથી અન્ય ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. ચુકાદાના જુદીજુદી ભાષામાં અનુવાદ માટે છૈં આધારિત સોટવેરે મહત્ત્વની કામગીરી નિભાવી હતી. તેમણે ટેક્નિકલ ઉપકરણોનો ઉપયોગ કરીને ચુકાદાના કરવામાં આવતા અનુવાદની ડિજિટલ કોપીઓ લોકોને મફત આપવા તેમજ વાદીઓને રાહત આપવા કોર્ટોની વિકેન્દ્રિત કામગીરી, કોર્ટોની કામગીરી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા આધુનિક ટેક્નિકનો ઉપયોગને વગેરેને આશીર્વાદરૂપ ગણાવ્યા હતા.