નવીદિલ્હી, રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ જ્યારે આગામી ટી૨૦ વિશ્ર્વકપ માટે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ જશે તો તેની નજર ભારત માટે આઈસીસી ટ્રોફીના દુષ્કાળનો અંત કરવા પર હશે. તેમાં કોઈ શંકા નથી કે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પૈસા અને પ્રતિભાની કોઈ કમી નથી અને તે વિશ્ર્વના શ્રેષ્ઠ ક્રિકેટરોને આકષત કરે છે. ભારતીય ટીમ આઈપીએલ શરૂ થયા બાદ ટી૨૦ વિશ્ર્વકપ જીતવામાં સફળ થઈ નથી. વર્ષ ૨૦૦૭માં દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટી૨૦ વિશ્ર્વકપનું ટાઈટલ જીત્યા બાદ ભારતીય માત્ર એકવાર ૨૦૧૪માં ફાઈનલમાં પહોંચી શકી અને ત્યાં તેણે શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અમે વાત કરી રહ્યાં છીએ તે પાંચ વસ્તુની જે ભારતને વિશ્ર્વ વિજેતા બનાવી શકે છે.
ભારતીય ટીમે જો વિશ્ર્વકપ જીતવો હોય તો આક્રમક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમવું પડશે. તેણે ઈનિંગની શરૂઆતથી જ ઝડપી રન બનાવવા પડશે. ખાસ કરીને પાવરપ્લેમાં વધુ રન બનાવવા પડશે જેથી સામેવાળી ટીમ દબાવમાં આવે. સારી શરૂઆતથી ટીમ ઈન્ડિયા સારો ટાર્ગેટ ટૂર્નામેન્ટમાં સેટ કરી શકે છે અને મેચ જીતી શકે છે.
જે રીતે ભારતે બેટિંગ કરતા શરૂઆતી ઓવરમાં વધુ રન બનાવવા પડશે. તે રીતે બોલિંગની શરૂઆતમાં નવા બોલથી વિકેટ લેવી પડશે, જેથી વિરોધી ટીમ સેટ ન થઈ શકે.
ભારતનો સ્ટાર અને વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવ ટીમ માટે આગામી ટી૨૦ વિશ્ર્વકપમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સૂર્યાનું બેટ ટી૨૦ ક્રિકેટમાં ખુબ ધમાલ મચાવે છે. તેની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબા સમય બાદ વાપસી કરી રહેલ રિષભ પંત પણ તોફાન મચાવી શકે છે. મિડલ ઓર્ડરમાં આ લેટ-રાઇટ કોમ્બિનેશન ભારત માટે મહત્વનું યોગદાન આપી શકે છે.
કોહલી જો રોહિતની સાથે ઈનિંગની શરૂઆત કરે છે તો મય ક્રમમાં વધારાના એક બેટરને રમાડી શકાય છે. તેવામાં શિવમ દુબેને જગ્યા મળી શકે છે, જેણે આઈપીએલમાં ૧૬૨.૨૯ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. દુબે બોલિંગ પણ કરી શકે છે.
સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બોલિંગ આક્રમણની આગેવાની કરશે, જેમાં ડાબા હાથના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સહિત ચાર સ્પિનરોને જગ્યા મળી છે. કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ રિસ્ટ સ્પિનર છે. બુમરાહની સાથે સ્પિનર્સ પર ઘણો દારોમદાર હશે.