ભારતની કુલ ૧૪૮ શૈક્ષણિક સંસ્થાઓને ટોચની એશિયન યુનિવર્સિટીની યાદીમાં સ્થાન મળ્યું

નવીદિલ્હી, આ વખતે ભારતે ઊજી વર્લ્ડ રેન્કિંગમાં એશિયાની ટોચની યુનિવર્સિટીઓની યાદીમાં ચીનને પાછળ છોડી દીધું છે. શૈક્ષણિક સંસ્થાઓની યાદીમાં ભારતે ચીનને પાછળ છોડી દીધો છે. સંખ્યાની દ્રષ્ટિએ વાત કરીએ તો ભારતની કુલ ૧૪૮ શૈક્ષણિક સંસ્થાઓને ટોચની એશિયન યુનિવર્સિટીની યાદીમાં સ્થાન મળ્યું છે. જ્યારે ચીનની ૧૩૩ યુનિવર્સિટી ઓને આ યાદીમાં સામેલ થઈ છે. આ વખતે ભારતમાં સંસ્થાઓની સંખ્યા ગત વખત કરતાં વધુ છે અને આ યાદીમાં કુલ ૩૭ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એશિયાની ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ચીનની ૧૩૩ યુનિવર્સિટી સાથે બીજા સ્થાને છે અને જાપાન ૯૬ યુનિવર્સિટી સાથે ત્રીજા સ્થાને છે. આ યાદી બહાર પાડતા પહેલા ૨૫ દેશોની ૮૫૬ સંસ્થાઓની અનેક માપદંડો પર તપાસ કરવામાં આવી છે.

ઘણી ભારતીય સંસ્થાઓએ કયુએસ વર્લ્ડ રેન્કિંગમાં ટોપના ૧૦૦માં સ્થાન મેળવ્યું છે. જેમાં આઇઆઇટી બોમ્બે અને આઇઆઇટી દિલ્હીનો સમાવેશ થાય છે.આઇઆઇટી બોમ્બે એશિયન સંસ્થાઓના એમ્પ્લોયર રેપ્યુટેશન રેન્કમાં ટોચના ૨૦માં સ્થાન મેળવ્યું છે. એશિયા રેન્કિંગમાં ટોપ ૧૦૦માંથી સાત ભારતીય છે. દિલ્હી યુનિવર્સિટી ને ૯૪મો રેન્ક મળ્યો છે. ૬૩માં આઇઆઇટી ખડગપુર.આઇઆએસએસ બેંગ્લોર એશિયામાં ટોપ ૫૮ અને એશિયામાં ૬૦માં સ્થાને છે. આઇઆઇટી મદ્રાસ ભારતમાં ટોપ ૩માં સામેલ છે અને રેન્કિંગમાં ૫૩મા ક્રમે છે.

આ યાદીમાં આઇઆઇટીને સન્માનજનક સ્થાન મળ્યું છે. જ્યાં આઇઆઇટી બોમ્બેએ ૪૦મું સ્થાન મેળવીને ભારતમાંથી ટોચનું સ્થાન મેળવ્યું છે.આઇઆઇટી દિલ્હી ૪૬માં સ્થાન સાથે બીજા ક્રમે છે. જો ખાનગી યુનિવર્સિટી ઓની વાત કરીએ તો ચંદીગઢ યુનિવર્સિટી ને પણ યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ વર્ષે તેને ૧૪૯મું સ્થાન મળ્યું છે જ્યારે ગયા વર્ષે તે ૧૮૫મું સ્થાન હતું. આ યાદીમાં ઘણી આઇઆઇટી અને એનઆઇટીને પણ સ્થાન મળ્યું છે.