ભારતને આપવા માટે પૈસા ન્હોતા’ને માલ્યાએ વિદેશમાં ખરીદી લીધી ૩૩૦ કરોડની સંપત્તિ !

મુંબઈ,સીબીઆઈએ મુંબઈની એક અદાલતમાં દાખલ કરેલા પોતાના પૂરક ચાર્જશીટમાં દાવો કર્યો છે કે ભાગેડું કારોબારી વિજય માલ્યાએ ૨૦૧૫-૧૬ દરમિયાન ઈંગ્લેન્ડ અને ફ્રાન્સમાં ૩૩૦ કરોડ રૂપિયાની સંપત્તિઓ ખરીદી લીધી છે. આશ્ર્ચર્યજનક રીતે આ સમયે તેની કિંગફિશર એરલાઈન્સ પૈસાની તંગીનો સામનો કરી રહી હતી અને તે બેંકો પાસેથી લીધેલી લોન ચૂકવવામાં ઠાગાઠૈયા કરી રહ્યા હતા ! વિજય માલ્યા કથિત રીતે ૯૦૦ કરોહથી વધુના આઈડીબીઆઈ બેક્ધ-કિંગફિશર એરલાઈન્સ લોન છેતરપિંડી મામલાનો આરોપી છે

જેની તપાસ સીબીઆઈ કરી રહી છે. કેન્દ્રીય એજન્સીએ તાજેતરમાં જ એક વિશેષ સીબીઆઈ અદાલત સમક્ષ પૂરક ચાર્જશીટ દાખલ કર્યું છે. પાછલા ચાર્જશીટમાં સમાવિષ્ટ તમામ ૧૧ આરોપીઓ સાથે સીબીઆઈએ પોતાના નવા ચાર્જશીટમાં આઈડીબીઆઈ બેક્ધના પૂર્વ ડાયરેક્ટર બુદ્ધદેવ દાસગુપ્તાનું નામ પણ ઉમેર્યું છે. સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે પોતાના સત્તાવાર પદનો દુરુપયોગ કરીને દાસગુપ્તાએ ઑક્ટોબર-૨૦૦૯માં ૧૫૦ કરોડ રૂપિયાની ટૂંકા ગાળાની લોન મંજૂર કરી

અને વિતરણ મામલે આઈડીબીઆઈ બેક્ધના અધિકારીઓ અને વિજય માલ્યાએ મળીને કાવતરું રચ્યું હતું. દાસગુપ્તા દ્વારા મુખ્યત્વે ઉલ્લેખીત ૧૫૦ કરોડ રૂપિયાની ઉપરોક્ત લોનને એરલાઈન્સ દ્વારા મુળ રૂપથી માંગવામાં આવેલી ૭૫૦ કરોડની લોનમાંથી સમાયોજિત કરીને ચૂકવવાનીહતી. જો કે લોન મળ્યા બાદ એવું બતાવવા માટે પ્રસ્તાવમાં પરિવર્તન કરવામાં આવ્યું કે ક્રેડિટ સમિતિએ ને એક અલગ લોન રૂપમાં ગણી હતી જેને કુલ લોનમાંથી સમાયોજિત અથવા વસૂલી શકાય અથવા તો ન પણ વસૂલી શકાય. ચાર્જશીટમાં કહેવાયું છે કે આઈડીબીઆઈ બેક્ધનું એક્સપોઝર ૭૫૦ કરોડ રૂપિયાની કુલ રકમ સુધી મર્યાદિત થવાનું હતું પરંતુ ૨૦૦૯માં આ ૯૦૦ કરોડ રૂપિયા થઈ ગયું કેમ કે ૧૫૦ કરોડ રૂપિયાની એસટીએલ મોટાપાયે દાસગુપ્તાના ઈશારે એક અલગ લોનના રૂપમાં રાખવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સીબીઆઈ અદાલતની અનુપતિ પ્રમાણે લેટર્સ રોગેટરી યૂનાઈટેડ કિંગડમ, મોરિશિયસ, યુએસએ અને સ્વિત્ઝરલેન્ડને મોકલવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સીબીઆઈ ઉપરાંત ઈડી પણ માલ્યા વિરુદ્ધ નાણાંની ગેરકાયદેસર હેરફેર મામલાની તપાસ કરી રહ્યું છે. પાંચ જાન્યુઆરી-૨૦૧૯ના મુંબઈની એક વિશેષ અદાલતે માલ્યાને ભાગેડું જાહેર કરેલો છે.