નવીદિલ્હી,
દેશની અર્થવ્યવસ્થા બેઠી થતાની સાથે જ દેશના વિદેશી હૂંડિયામણ માં પણ અનેક ગણો વધારો નોંધાયો છે. રિઝર્વે બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રિપોર્ટ મ્હાર પાડવામાં આવ્યો તેમાં પહેલા એક સપ્તાહમાં ૬.૫૬ બિલિયન ડોલરનો વધારો થયો છે એટલે કે ૫૨ હજાર કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. કુલ ૫૩૧.૦૮ બિલિયન ડોલરે પહોંચ્યું છે એટલે કે ૪૨.૪૮ લાખ કરોડ રૂપિયાએ દેશનું વિદેશી હૂંડિયામણ પહોંચ્યું છે. ૨૧ ના રોજ ભારતનું વિદેશી હૂંડિયામણ ૫૨૪.૫૨ બિલિયન ડોલર જોવા મળ્યું હતું. પરંતુ સાર્વત્રિક રીતે જોવામાં આવે તો ડોલર મજબૂત થતાં અને રિઝર્વે બેંક ઓફ ઇન્ડિયા નો પોલીસીમાં બદલાવ આવવાના કારણે આ વર્ષે ૧૬ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
જ્યારે ડોલર સામે રૂપિયો ૮૨.૪૪ એ પહોંચ્યો છે. સરકાર દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે અને જે રીતે દેશ નું દેશમાં વિદેશી હૂંડિયામણ સતત વધી રહ્યું છે તે દેશના અર્થતંત્ર માટે એક સારા ચિન્હ સમાન છે. સરકારની જે રીતે નીતિમાં બદલાવ લાવી અર્થવ્યવસ્થાને ઝડપભેર આગળ ધપાવવા માટે જે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે અને વડાપ્રધાન મોદીના પાંચ મિલિયન ડોલર મ્કોનોમીના સ્વપ્નને સાકાર કરવા માટે જે પગલાંઓ ભરવામાં આવે છે તેને જોતા દેશની અર્થવ્યવસ્થા ઝડપભેર વિકસિત થઈ રહી છે અને સામે વિદેશી હૂંડિયામણમાં પણ અનેક ઘણો વધારો નોંધાયો છે.