ભારતના સૂર્યયાને બીજીવાર ધરતીની પરિક્રમા પુુરી કરી છે : ઇસરો

બૂેંગ્લુરૂ, ઇસરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અગાઉના ટ્વટર પર માહિતી આપતા કહ્યું કે છે કે આદિત્ય-એલ૧ મિશને બીજી અર્થ બાઉન્ડ મેન્યૂવર પુરી કરી લીધી છે. આનો અર્થ એ થયો કે સૂર્યયાને પૃથ્વીની બીજીવાર પરિક્રમા પૂર્ણ કરી લીધી છે.

ઇસરોના ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્કે ઓપરેશનનું સંચાલન કર્યું હતું.ઇસરોએ કહ્યું કે આઇએસટીઆરએસીના મોરેશિયસ, બેંગલુરુ અને પોર્ટ બ્લેર ગ્રાઉન્ડ સ્ટેશનોએ સેટેલાઈટને ટ્રેક કર્યો છે.

ઈસરોના જણાવ્યા અનુસાર, આદિત્ય-એલ૧ એ ૫ સપ્ટેમ્બર (મંગળવાર)ના રોજ સવારે ૨.૪૫ વાગ્યે પૃથ્વીની નવી ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો હતો. નવી ભ્રમણકક્ષા ૨૮૨ કિમી ઠ ૪૦,૨૨૫ કિમી છે. તે સરળતાથી સમજી શકાય છે કે પૃથ્વીથી આ ભ્રમણકક્ષાનું લઘુત્તમ અંતર ૨૮૨ કિમી છે, જ્યારે મહત્તમ અંતર ૪૦,૨૨૫ કિમી છે.

આ પહેલા સૂર્યને ૩ સપ્ટેમ્બરે પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરીને ૨૪૫ કિમી ટ ૨૨,૪૫૯ કિમીની ઓર્બીટ હાંસલ કરી હતી. આદિત્ય-એલ૧ને ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ ભારતીય સમય અનુસાર સવારે ૨.૩૦ વાગ્યે પૃથ્વીની આગામી ઓર્બીટ માં મોકલવાનું આયોજન છે.

ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય-એલ૧ શનિવારે (૨ સપ્ટેમ્બર) આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈસરોના પીએસએલવી સી ૫૭ રોકેટની મદદથી તેને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું. તેની પ્રારંભિક ભ્રમણકક્ષા ૨૩૫ કિમી ટ ૧૯૦૦૦ કિમી હતી. સૂર્યયાનને કુલ ૧૬ દિવસ (૧૮ સપ્ટેમ્બર) પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેવું પડશે. ત્યારબાદ, તે બહાર આવશે અને લેગ્રેન્જ-૧ (એલ ૧) બિંદુ તરફ સૂર્ય તરફ આગળ વધશે. એલ૧ પોઈન્ટ એ પૃથ્વીથી ૧૫ લાખ કિલોમીટર દૂર એક સ્થળ છે, જ્યાં સૂર્ય અને પૃથ્વી એકબીજાના ગુરુત્વાકર્ષણને નિષ્ક્રિય કરે છે, જેના કારણે વસ્તુઓ ખૂબ ઓછી ઊર્જા સાથે અહીં રહી શકે છે. પૃથ્વી પરથી એલ૧ બિંદુ સુધી પહોંચવા માટે સૂર્યયાનને કુલ ૧૨૫ દિવસની મુસાફરી કરવી પડે છે.