અમેરિકા-ચીન સહીતનાં વૈશ્વીક અર્થતંત્રોમાં સંકટના વાદળો અને સ્લોડાઉનની હાલતથી વિપરીત ભારતીય અર્થતંત્ર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. આવનારો દાયકો ભારતનો જ હોવાનો અર્થતંત્રનાં પંડીતો માની રહ્યા છે. શેરબજારમાં ચાર મહિનાથી પ્રવર્તતી તેજી તેની સાબીતી છે અને તેના પ્રભાવ હેઠળ ભારતીય કોર્પોરેટ માંધાતાઓની સંપતીમાં મોટો વધારો થવા સાથે વૈશ્વીક ધનકુબેરોના લીસ્ટમાં આગળ આવી રહ્યા છે. ભારતના સૌથી શ્રીમંત મુકેશ અંબાણી વૈશ્વીક ધનવાનોનાં લીસ્ટમાં 11 માં ક્રમે છે.
ભારતની સૌથી મુલ્યવાન કંપની રીલાયન્સનાં ચેરમેન મુકેશ અંબાણી ભારતનાં સૌથી ધનવાન ઉદ્યોગપતિ છે. બ્લુમબર્ગ બીલીયોનેર ઈન્ડેકસ મુજબ તેઓની સંપતી 94.6 અબજ ડોલરની છે અને વિશ્વમાં તેઓ 11 માં નંબરનાં ધનવાન છે. અદાણી ગ્રુપનાં ચેરમેન ગૌતમ અદાણીની સંપતીમાં કડાકો સર્જાયા બાદ ગત જાન્યુઆરીમાં મુકેશ અંબાણી ભારતનાં સૌથી ધનવાન બન્યા હતા.
બ્લુમબર્ગનાં રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે ભારતીય શેરબજારમાં છેલ્લા ચાર મહિનાથી રેકોર્ડબ્રેક તેજીને કારણે સંપતીમાં મોટો વધારો થયો છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં સેન્સેકસમાં 7.3 ટકાની વૃદ્ધિ થઈ છે.
મહત્વની વાત એ છે કે, ચાલુ વર્ષે ટોચના 15 અબજ પતિઓની સંપતીમાં ગાબડુ પડયુ છે. તેમાં ભારતના ગૌતમ અદાણી તથા રાધાકૃષ્ણ દામાણી છે. ગત સપ્ટેમ્બરમાં ગૌતમ અદાણી વિશ્વના બીજા નંબરના સૌથી ધનિક ઉદ્યોગ હતા અને 147 અબજ ડોલરની સંપતી સાથે એમેઝોનનાં સ્થાપક જૈફ બેજોઝને પણ પાછળ રાખી દીધા હતા. તેમની સંપતીમાં 57 અબાજ ડોલરનું ધોવાણ થઈ રહ્યું હતું.
2020 માં ભારતના બીજા નંબરના ધનિક રાધાકૃષ્ણ દામાણી હાલ 10 માં નંબરનાં ઉદ્યોગપતિ છે.ચાલુ વર્ષે તેમની સંપતિ 2.4 અબજ ડોલર ઘટીને 16.9 અબજ ડોલર રહી છે. વિશ્વ સ્તરે નેસ્લાનાં રસાયક એલન મસ્ક 224 અબજ ડોલરની સંપતી સાથે સૌથી ધનવાન વ્યકિત છે. ચાલુ વર્ષે તેમની સંપતીમાં 87 અબજ ડોલરનો વધારો થયો છે.
બીજા ક્રમે ફ્રાંસનાં અબજોપતિ બર્નાડ આર્નોલ્ટ છે તેમની સંપતી 191 અબજ ડોલર છે. એમેઝોનનાં જેફ બેઝોસ 163 ડોલરની સંપતી સાથે ત્રીજા ક્રમે અને માઈક્રોસોફટના બીલ ગેટસ 130 અબજ ડોલરની સંપતી સાથે ચોથા ક્રમે છે.