મુંબઇ, ભારતના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે.આહા સ્ટુડિયો એન્ડ એપ્લુઝ ઇટરટેન્ટમેન્ટ ટૂંક સમયમાં ભારત રત્ન એવોર્ડ વિજેતા પીવી નરસિમ્હા રાવની બાયોપિક સીરીઝ લાવી રહ્યાં છે. આ સિરીઝનું નામ ’હાફ લાયન’ હશે. જેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યુ છે.
ભારતની અર્થવ્યવસ્થાને બદલવા માટે પીવી નરસિમ્હા રાવને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. આ સન્માન ૧૯૯૧ થી ૧૯૯૬ સુધીના તેમના કાર્યકાળ અને યોગદાનને સન્માનિત કરે છે. આહા સ્ટુડિયો અને એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ નિમત આ સીરીઝનું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પ્રકાશ ઝા કરી રહ્યા છે.
ટીઝરમાં તમે પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવની અલગ-અલગ તસવીરો જોઈ શકો છો. તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, સોનિયા ગાંધી, અટલ બિહારી વાજપેયી સાથે બેસીને વાત કરતા જોવા મળે છે. ટીઝર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે – અમે ભારત રત્ન વિજેતા સ્વર્ગસ્થ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના વારસાનું સન્માન કરી રહ્યા છીએ. આ સ્ટોરીને દર્શકો સુધી પહોંચાડવામાં અમને ગર્વ છે. સિરીઝનું પ્રી-પ્રોડક્શન વર્ક શરૂ થઈ ગયું છે. આ પ્રીમિયમ પેન ઈન્ડિયા સિરીઝ હિન્દી, તેલુગુ અને તમિલ ભાષાઓમાં રિલીઝ થશે.