ભારત મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક મહાસાગરને સુનિશ્ર્ચિત કરવા માટે એક અનિવાર્ય ભાગીદાર છે

  • જાપાન જી૨૦ અધ્યક્ષપદને સફળ બનાવવા માટે ભારત સાથે મળીને કામ કરવા આતુર : જાપાનના વિદેશ પ્રધાન

નવીદિલ્હી, જાપાનના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે છે. આ દરમિયાન ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષ પર ભારતને જાપાનના વિદેશ મંત્રીનું સમર્થન મળ્યું છે. જાપાનના વિદેશ મંત્રીએ કહ્યું છે કે ભારત મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક મહાસાગરને સુનિશ્ર્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. તેમણે એમ પણ કહ્યું કે સરહદ પર યથાસ્થિતિ બદલવી સહન કરી શકાય નહીં. જણાવી દઈએ કે જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હયાશી ભારત-જાપાન ફોરમના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે.

નવી દિલ્હીમાં ભારત-જાપાન ફોરમના ઉદ્ઘાટન સત્રમાં, જાપાનના વિદેશ પ્રધાન યોશિમાસા હયાશીએ કહ્યું કે જાપાન જી૨૦ અધ્યક્ષપદને સફળ બનાવવા માટે ભારત સાથે મળીને કામ કરવા આતુર છે. હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવ અંગે જાપાનના વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક મહાસાગરને સુનિશ્ર્ચિત કરવા માટે એક અનિવાર્ય ભાગીદાર છે. જાપાને કહ્યું કે ય્૭ દેશો હિરોશિમા સમિટમાં સંમત થયા છે કે બળ દ્વારા યથાસ્થિતિ બદલવાના પ્રયાસોને સહન કરી શકાય નહીં.

યોશિમાસા હયાશીએ કહ્યું કે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે એ જરૂરી છે કે આપણે લોકો વચ્ચેના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપીએ. આ માટે વર્ષ ૨૦૨૩ને જાપાન ઈન્ડિયા ટુરિઝમ યર એક્સચેન્જ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર હતા. આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જાપાન ભારત માટે ખરેખર મહત્વનું છે. જાપાન ઘણી રીતે એક અનુકરણીય આધુનિકીકરણ છે. આજે આપણે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આધુનિકીકરણ પણ કર્યું છે, જેમાં જાપાન આપણો કુદરતી સાથી છે. જાપાને ભારતમાં ક્રાંતિ લાવી છે.

જયશંકરે કહ્યું કે પહેલા સુઝુકી ક્રાંતિ હતી…બીજી મેટ્રો ક્રાંતિ હતી. ત્રીજી ક્રાંતિ હાઇ સ્પીડ રેલ બનાવવાની છે અને ચોથી ક્રાંતિ મહત્વની અને ઉભરતી ટેક્નોલોજી અને સેમી કંડક્ટરની છે. જયશંકરે કહ્યું કે પહેલા સુઝુકી ક્રાંતિ હતી…બીજી મેટ્રો ક્રાંતિ હતી. ત્રીજી ક્રાંતિ હાઇ સ્પીડ રેલ બનાવવાની છે અને ચોથી ક્રાંતિ મહત્વની અને ઉભરતી ટેક્નોલોજી અને સેમી કંડક્ટરની છે. ભારતીય વિદેશ મંત્રીએ કહ્યું કે વિશ્ર્વ સમક્ષ પરમાણુ મિસાઈલ પ્રસાર અને આતંકવાદ જેવા ઘણા મહત્વપૂર્ણ પડકારો છે. તે મહત્વનું છે કે આપણે આના તળિયે જઈએ અને દેશોને જવાબદાર ઠેરવીએ. ભારત અને જાપાન સાથે છે. જાપાનના વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે ભારત અને જાપાન જેવા સમાન વિચાર ધરાવતા દેશો માટે આતંકવાદ સામે લડવું એ પ્રથમ પ્રાથમિક્તા છે.