મુંબઈ, આરબીઆઇ એમપીસીના સભ્ય અશિમા ગોયલે કહ્યું કે, યુવા વય જૂથમાં બેરોજગારી સૌથી વધુ છે, પરંતુ તે કામચલાઉ છે. તેમણે કહ્યું કે, આ એટલા માટે છે કારણ કે ભારતીય યુવાનો કૌશલ્ય પ્રાપ્ત કરવા અને ઉદ્યોગો શરૂ કરવા માટે વધુ સમય લે છે.
અશિમા ગોયલે કહ્યું કે, દેશમાં રોજગાર સર્જન મજબૂત વૃદ્ધિ સાથે સતત સુધરી રહ્યું છે. ’વધુ લાયકાત ધરાવતા લોકોમાં યુવા બેરોજગારી વધારે છે, પરંતુ તેઓ વધુ વેતન પણ મેળવે છે,’ વધુમાં તેમણે કહ્યું કે, તેથી, યુવાનો કૌશલ્ય પ્રાપ્ત કરવામાં અને નોકરી શોધવામાં વધુ સમય વિતાવે છે,
તેમણે કહ્યું. ગોયલ ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (આઈએલઓ)ના રિપોર્ટ પર એક સવાલનો જવાબ આપી રહ્યા હતા. બેરોજગાર યુવાનોનો હિસ્સો ૮૩ ટકા આઇએલઓના રિપોર્ટ અનુસાર, ૨૦૨૨માં ભારતની કુલ બેરોજગાર વસ્તીમાં બેરોજગાર યુવાનોનો હિસ્સો લગભગ ૮૩ ટકા હતો.
યુવાન વય જૂથ માટે બેરોજગારી સૌથી વધુ છે, પરંતુ તે કામચલાઉ છે. જ્યારે તેઓ રાહ જુએ છે, તેઓ અનૌપચારિક કામ કરે છે અથવા ઉદ્યોગસાહસિક્તામાં સાહસ કરે છે, જ્યાં તેઓ ખૂબ જ સારી રીતે કરે છે, તેમણે કહ્યું. ગોયલે કહ્યું કે આઇએલઓ રિપોર્ટ પણ દર્શાવે છે કે યુવા બેરોજગારી તાજેતરના સમયગાળામાં ઘટી છે.